________________
બાળકોએ હાથ ધર્યો એટલે સૌને એક એક સાંઠો આપી, માત્ર એક સાંઠો લઈ એમણે ઘરના આંગણામાં પગ મૂક્યો.
આંગણામાં ઊભેલી એમની ક્રોધમુખી પત્ની આ દૃશ્ય જોઈ સળગી ઊઠી. એ મનમાં બબડી : ‘આની દાનવીરતા તો જુઓ ! ઘ૨માં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.'
ત્યાં તુકારામે સાંઠો એના હાથમાં મૂક્યો. પત્નીએ શેરડીનો તિરસ્કાર કરી કહ્યું : ફેંકો આને ઉકરડે ! ફૂલણજી થઈ બધાય સાંઠા છોકરાઓને વહેંચ્યા, તેમ આનેય આપી દેવો હતો ને ? આને અહીં શું ક૨વા લાવ્યા ?' એમ કહી ક્રોધના આવેશમાં ભાન ભૂલેલી એણે સાંઠો પતિના બરડામાં ફટકાર્યો !
સાંઠાના બે ટુકડા થઈ ગયા. મીઠું હાસ્ય કરી તુકારામે કહ્યું : “તું તો મારી અર્ધાંગના. મને મૂકીને તું એકલી કેમ ખાય ? તેં મને બરાબર અર્ધો ભાગ આપ્યો.'' એમ કહી એક ટુકડો મોમાં મૂકી બાળકની જેમ રસ ચૂસવા લાગ્યા. તિરસ્કારને પ્રેમથી જીત્યો.
૬૮૩. પ્રકાશ અને અંધકાર
એ
ક માણસને સ્વપ્ન આવ્યું. કેવું વિચિત્ર એ સ્વપ્ન ! જોનાર આશ્ચર્યમાં ડૂબી ગયો.
એક જ નગરમાં રહેતાં સાધુ અને વેશ્યા બંને એક જ અઠવાડિયામાં મૃત્યુ પામ્યાં. વેશ્યા સ્વર્ગે ગઈ. સાધુ નર્સે ગયા. વેશ્યા ઊંચે ચડી. સાધુ નીચે
પડ્યા.
ઝબકીને જાગેલો માણસ આ સ્વપ્નનું રહસ્ય જાણવા એક જીવનદ્રષ્ટા પાસે પહોંચ્યો. જીવનદ્રષ્ટાએ કહ્યું : વાત બરાબર છે. વેશ્યા પોતાના અધોગામી જીવનને વારંવા૨ નિંદતી હતી, અને પોતાનું જીવન ધીમે ધીમે સુધારતી હતી અને સાધુના ચારિત્ર્યની હૈયાથી પ્રશંસા કરતી હતી, જ્યારે સાધુ પોતાના ચારિત્ર્યનો મનમાં મિથ્યા ઘમંડ રાખતા હતા. અને વેશ્યાનો તિરસ્કાર કરી, આખો દિવસ એની જ નિંદામાં રચ્યાપચ્યા રહેતા હતા.
Jain Education International
૩૦ દિવસની ૩૦ તો * ૩૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org