Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 377
________________ કેમ સમાપ્ત ? એની અનુભૂતિ શબ્દોમાં નહિ, સંવેદનમાં જ સંભવે.'' પિતાના મુખ પર મૌનમાંથી જડેલી મુક્તિની મધુરતા પ્રસરી. ૬૭૮. પ્રેમનું પ્રભુત્વ જાપાલ રાજા મુસાફરના પ્રછન્ન વેશમાં બીજે ગામ જઈ રહ્યો હતો. પ્ર માર્ગમાં એક લંગડાએ વિનંતી કરી: “અપંગ છું, સામે ગામ જવું છે, થાકી ગયો છું. આપના ધોડા ૫૨ મને થોડે સુધી ન બેસાડો ?'' એ કરુણાળુ હતા. પોતાના ઘોડા પર પાછળ બેસાડચો. નવા ગામમાં એને ઉતાર્યો. ત્યાં એણે બૂમાબૂમ કરી : “મને અપંગ જાણી આ મારો ઘોડો ઉઠાવી જાય છે !'' લોકો ભેગા થયા. બન્નેને ન્યાયાલયમાં લઈ ગયા. ન્યાયાધીશે આજ્ઞા કરી “મુસાફર ! ઘોડાને પેલા દૂરના ખીલે બાંધી આવો.” પછી અપંગને કહ્યું : તમે એને ત્યાંથી છોડી લાવો.'' : ન્યાયાધીશે કહ્યું : “મુસાફર ! ઘોડો તમારો છે, લઈ જાઓ.'' ન્યાયપદ્ધતિથી રાજાને આશ્ચર્ય થયું. એણે પ્રગટ થઈ પૂછ્યું : “તમે કેમ જાણ્યું કે આ ઘોડો મારો છે ?' નમન કરી ન્યાયાધીશે કહ્યું : “આપ બાંધવા ગયા ત્યારે ઘોડો પ્રેમથી આકર્ષાઈને આપની પાછળ આવતો હતો, પણ આ છોડી લાવ્યો ત્યારે ઘોડો એની પાછળ ઘસડાતો હતો.'' પ્રેમ સ્વામી છે, ભય અપરાધી. પ્રેમ આકર્ષણ છે, ભય પ્રકંપ છે. ૬૭૯. શરીર નહિ, સત્ત્વ જીવે છે એ ક ઠેકાણે ધખધખતા પાણીમાં ગુલાબનાં ફૂલોને ઉકાળી એનું અત્તર અને ગુલાબજળ થઈ રહ્યું હતું. તો બીજે ઠેકાણે ગુલકંદ માટે તાજાં ફૂલો વિખાઈ રહ્યાં હતાં. આ જોઈ એક દ્રવિત હૃદયે ગુલાબને જ પૂછ્યું : “જેની પાંખડીઓમાં નયન મનોહર રંગો, સુકુમારતા અને સૌન્દર્ય છે અને પરાગમાં Jain Education International ૩૬૦ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386