________________
‘ગુરુદેવ ! બહાર આવો. આવું જોવાનું ફરી નહિ મળે. ગગનમાં નિસર્ગની શું રંગલીલા જામી છે ! આહ..અલૌકિક !'
મહાત્મા આનંદઘનજીના ઓષ્ઠ પર સ્મિત રમી રહ્યું – જાણે મત્ત ફૂલની મધુર સુવાસ પ્રસરી. વેલ પર શ્વેત ફૂલ આવે એમ એમના હોઠ પર શબ્દો આવ્યા :
“વત્સ ! તું અંદર આવ. જેના માત્ર એક જ કિરણમાં વિશ્વની સમસ્ત લીલા અને શોભા સમાઈ જાય એવાં અનંત કિરણોથી શોભતા આત્માની આત્મલીલા અહીં જામી છે. તે અંદર આવ. આવો અવસર ફરી નહિ આવે. આવ, તું અંદર આવ.”
મા
૬૬૫. દષ્ટિ તેવી સૃષ્ટિ પાસની જેવી દૃષ્ટિ હોય છે, તેને તેવી જ સૃષ્ટિ દેખાય છે. માણસ અકાળા ચશ્માં પહેરે તો એને આખું જગત કાળું દેખાય, ઉજ્જવળ ચંદ્ર પણ શ્યામ દેખાય ! વિશ્વને એના સ્વરૂપે જોવા માટે પણ નિર્મળ દૃષ્ટિ જોઈએ.
હસ્તિનાપુરની રાજસભામાંથી દુર્ગુણીને શોધી કાઢવાનું કહ્યું ત્યારે ધર્મરાજાને કોઈ દુર્ગણી ન દેખાયો; કારણ કે પ્રત્યેક માનવીઓમાં એણે કંઈક ને કંઈક વિશિષ્ટ ગુણો જોયા, એને સૌ સગુણી જ લાગ્યા.
જ્યારે આ વાત દુર્યોધનને કહેવામાં આવી ત્યારે, એની નજરમાં કોઈ સગુણી જ ન આવ્યો; કારણ કે એણે ગુણવાન આત્મામાં પણ કંઈક ને કંઈક દુર્ગુણ શોધી કાઢ્યો અને એને આખી સભા દુર્ગણીઓથી ઊભરાયેલી દેખાઈ !
આપણે જે ખરાબ બીજામાં જ જોઈએ છીએ તે આપણામાં ન જ હોય તો આપણું ધ્યાન ત્યાં કેમ કેન્દ્રિત થાય ?
૬૬૬. મિત્રોને હું ખાતો નથી બ , ર્નાડ શોને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે એમના માનમાં એક પાર્ટી યોજાઈ. સારા ગૃહસ્થોને નિમંત્રણ અપાયાં. પાર્ટીને દિવસે આમંત્રિત સગ્રુહસ્થોથી
૩૫૨ : મધુસંચય For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International