________________
૬૬૧. માનવીનું મન , ને નહિ, પણ બન્યું એવું કે સર્પ અને ઉંદર બને એક મોટી ઘાસની
ગંજીમાં સંતાઈને રહે. ખેડૂતે ઘાસ લેવા હાથ નાખ્યો ત્યાં સર્પ ડંખ મારી સંતાઈ ગયો અને ત્યારે જ બેપરવાઈથી ઊંદરે ડોકિયું કર્યું. ખેડૂત કહે : “આ તો ઉંદર કરડ્યો !”
બીજે કો'ક દિવસે ઉંદર કરડી સંતાયો ત્યાં સર્ષે બહાર મોં કાઢ્યું. ખેડૂતે ચીસ નાખી : “અરે, મને સર્પ ડંખ્યો !” અને મૂર્થાિત થઈ ઢળી પડ્યો.
ઝેર સર્પ કે ઉંદર કરતાં મનની નિર્બળતા અને ભયનું વધારે હોય છે. મન માણસને પાપી બનાવે છે અને એ જ માણસને પુણ્યશાળી પણ બનાવે છે. જે મન જીતે તે જગત જીતે.
૬૬ર. પુરુષાર્થ કે પ્રારબ્ધ
ના રુષાર્થ ચઢે કે પ્રારબ્ધ – એની ચર્ચા યુગોથી ચાલ્યા કરે છે. વિદ્વાનો
છે જેનો પક્ષ લે છે તેના એકપક્ષી સમર્થનમાં પોતાની સમગ્ર બુદ્ધિશક્તિ એ વાપરે છે. આનો સર્વસામાન્ય ઉત્તર એક હોડીવાળાએ સ્યાદ્વાદની દૃષ્ટિથી શોધી કાઢો છે એણે પોતાની હોડીમાં બે હલેસાનાં નામ આપ્યાં છે : પુરુષાર્થ અને પ્રારબ્ધ.
કોઈ ચર્ચા કરે તો એ કંઈ પણ બોલ્યા વિના પુરુષાર્થ નામનું હલેસું ચલાવે એટલે હોડી ગોળ ગોળ ફર્યા કરે; એ પછી તે પ્રારબ્ધ નામનું હલેસું ચલાવે એટલે હોડી અવળી દિશામાં ગોળ ગોળ ફરે.
સ્મિત કરીને બંને હલેસાં સાથે ચલાવે એટલે નૌકા સડસડાટ કરતી ધારેલી દિશામાં દોડવા લાગે.
કોયડાનું સમાધાન કરવા એ કહે : અનેકાન્તની દૃષ્ટિથી પુરુષાર્થ અને પ્રારબ્ધનાં બંને હલેસાં સાથે કામ કરે તો જીવનનૌકાને કયું બંદર અપ્રાપ્ય છે ?” માત્ર ચર્ચાથી તો ચક્કર જ માર્યા કરશું ?'
૩૫૦ મધુસંચય For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org