Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 362
________________ વધ્યા અને બીજા કારીગરને પૂછ્યું. પ્રસન્નતાથી એણે કહ્યું : “કેટલાય લોકો ભીખ માગી બીજા પર જીવે છે. અમે શ્રમ કરી પ્રામાણિકતાથી આજીવિકા મેળવીએ છીએ અને સંતોષથી જીવનયાત્રા વિતાવીએ છીએ.'' ચિન્તકને લાગ્યું : આ શેનું સર્જન થઈ રહ્યું છે, તેનો ઉત્તર તો આણે પણ નથી આપ્યો. એટલે બીજા કારીગરને પૂછ્યું : “આ શું કરો છો ?' એણે ગૌરવથી મસ્તક ઉન્નત કરતાં કહ્યું : “શું કરીએ છીએ ?’' અરે, નવનિર્માણ કરીએ છીએ. અમારા શ્રમમાંથી મંદિરનું સર્જન થશે, રાષ્ટ્રને શિલ્પકળાનો નમૂનો મળશે, પ્રજાને પ્રભુ મળશે અને અમને ગૌરવપૂર્ણ આજીવિકા મળશે.’’ એક વસ્તુ પહેલાને વેઠ લાગી, બીજાને શ્રમનો મહિમા લાગ્યો, ત્રીજાને આવતી કાલનો વારસો આપવાનું સ્વપ્ન લાગ્યું, દૃષ્ટિ એક, પણ દર્શન ભિન્ન. ૬૫૮. આંખમાં નહિ, અંતરમાં ઘાનમાં હું વિહાર કરતો હતો. મારી આગળ એક યુગલ ચાલ્યું જતું હતું. વિમુખ હતાં. મને થયું. આ બન્ને વચ્ચે ૬૩ના સંવાદને બદલે ૩૬નો વિવાદ જણાય છે. પણ ચાલતાં હતાં ૩૩ની જેમ એકબીજાની આગળ પાછળ. ત્યાં તો પુરુષ બોલતો સંભળાયો: “શું ધૂળ સૌન્દર્ય છે તારામાં ! તને ખુશ કરવા લોકો મફતમાં ખુશામત કરે છે. ચૂના જેવી ધોળી થઈ એ તે કંઈ સૌન્દર્ય કહેવાય ?'' લાવણ્યની તરતી સ્ત્રીને ઉતારી પાડતાં ગાયકે કહ્યું. ત્યાં તો જાણે વીજળી ત્રાટકી : “અને તમારા ગળામાં સ્વરની મીઠાશ જ ક્યાં છે ? મૂર્ખાઓ તમને ગવૈયા કહી વાહ વાહ કરે છે. બરાડા તાણવા એ તે કંઈ સ્વરસંગીત છે ?'' — બંનેમાં રહેલો કલહ એકબીજાના દોષ જ જોઈ રહ્યો હતો. હું થોડું ચાલ્યો ત્યાં ફૂલને કહેતા બુલબુલનું ગુંજન સંભળાયું : “સ્પ્રન્દર્ય તો છે, પુષ્પ ! તારા પરાગ અને પરિમલમાં !' ફૂલે સ્નેહની સુવાસમાં ઉત્તર આપ્યો : “સૌન્દર્ય તો છે, બુલબુલ ! તારા ગળામાંથી નીતરતા સ્વરમાધુર્યમાં.” અહીં પ્રેમની આંખ ગુણ જોઈ રહી હતી. પહેલી જ વાર મને સૌન્દર્યનું સત્ય જડ્યું : સૌદર્ય વસ્તુમાં નહિ, પ્રેમમાં છે આંખમાં નહિ, અંતરમાં છે. Jain Education International 1 કણમાં મણ ૩૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386