________________
પર મૂક્યું અને પલ્લે ઝૂકી ગયું !
સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. ફૂલમાં આ તાકાત ! હા, સ્ત્રીહૃદયની પ્રેમભક્તિ અને શુદ્ધિ અબળાને પણ સબળ બનાવી દે છે.
૬૫૬. બળથી નિર્બળ મહાન તપસ્વી હતો. એની આસપાસ અભયનું વાતાવરણ હતું. એટલે
હરણાં અને સસલાં એની હુંફમાં સલામતી માણતાં. પણ ઇન્દ્રને ડર લાગ્યો. એણે એનું સિંહાસન સાચવવા તપસ્વીના પતનનો માર્ગ વિચાર્યો. એ ક્ષત્રિય બની તપસ્વી પાસે આવ્યો. “સંત ! આ રત્નજડિત તલવાર આપની પાસે મૂકી હું જરા સ્નાન કરી આવું ?” કહી એ સ્નાન કરવા ઊપડી ગયો. સાંજ થઈ. એ ન આવ્યો. તપસ્વીને ચિન્તા થઈ – માણસની નહિ, આ રત્નજડિત તલવારની. તલવાર હાથમાં લીધી. ધારદાર તલવારની સુવર્ણમૂઠમાં રત્નો ચમકી રહ્યાં હતાં. એને એક નબળો વિચાર આવી ગયો આ તલવાર જેની પાસે હોય તેને ભય કોનો ? તપસ્વી જ્યાં જાય ત્યાં તલવાર સાથે જ લઈ જાય. ધીરે ધીરે એને અહિંસાને બદલે તલવારની તાકાતમાં શ્રદ્ધા વધતી
ગઈ.
એ ભૂલી ગયો, સિંહાસન તલવારથી નહિ, ત્યાગથી સ્થિર થયાં છે. એને આત્મિકને બદલે ભૌતિક બળ સબળ લાગ્યું. તલવાર જાતાં મૃગલાં અને સસલાં દૂર ભાગ્યાં. તપસ્વી મલકાયા : જોઉં છું. હવે મારી પાસે કોણ આવવા હિંમત
ઇન્દ્રના મુખ પર માર્મિક સ્મિત ફરક્યું.
૬૫૭. સંગીતભર્યો શ્રમ
જ મના મધ્યભાગમાં બાંધકામ ધમધોકાર ચાલી રહ્યું હતું. ત્યાં થઈને એક અચિન્તક પસાર થતા હતા. એમને જિજ્ઞાસા થઈ. એક કારીગરને પૂછ્યું : “શું ચાલે છે ?''
પેલાએ કંટાળાભર્યા સ્વરે કહ્યું : “જોતા નથી ? મજૂરી કરીએ છીએ. પથ્થર ફોડીને રોટલા ભંગ થઈએ છીએ.”
ચિત્તકને લાગ્યું કે આનાથી સંતોષકારક ઉત્તર નહિ મળે. એ આગળ
૩૪૪ મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org