Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 359
________________ પરસાળમાં સરસ એક ટેબલ પર એક ઉમદા રૂમાલ બિછાવેલો હતો. એના ઉપર એક પેટી અને બાજુમાં ટિકિટની બુકી હતી. મેં પૂછ્યું : “આ શું છે ?” કેમ ? આપને ખબર નથી ?” પ્રવચન સાંભળવા આવનારને લેવાની આ ટિકિટો છે અને તેના પૈસા નાખવાની આ પેટી છે. આ હૉલનું ભાડું, છાપામાં કરેલી જાહેરાતનો ખર્ચ વગેરે તો આમાંથી જ નીકળે ને ?' મારી જિજ્ઞાસા વધી ગઈ. “પણ ટિકિટો વેચનાર તો અહીં કોઈ છે નહિ ? પૈસાનો હિસાબ કોણ લે ?” ગુરુજી !” આ લોકો આધ્યાત્મિક પ્રવચન સાંભળવા આવ્યા છે. એમના માટે હિસાબનો વિચાર થાય ? એ કદી ફોગટ સાંભળીને જાય ખરા ? દરેક આવતા જાય, ચાર ફ્રાન્ક પેટીમાં નાખતા જાય અને ટિકિટ ફાડીને લેતા જાય.” ભારતનાં ધર્મસ્થાનોમાં મેં આવું કદી જોયેલું નહિ એટલે મને જરા શંકા થઈ કે લાવ, પેટી ખોલાવી નજરોનજર જોઉં કે અંદર પૈસા તો છે ને ? પણ એમ કરવા જતાં કદાચ ભારતના માનસ માટે એમને કોઈ સામી શંકા ઊભી થાય એટલે સ્મિત કરી હું આગળ વધ્યો. ૬૫૩. શીલ એ જ ભૂષણ , ધવરાવ પેશવાના રાજ્યકાળમાં રામશાસ્ત્રી ત્રણ-ત્રણ ઉચ્ચસ્થાનોને શોભાવતા હતા; મંત્રી, ન્યાયાધીશ અને ધર્મશાસ્ત્રી. એમનાં સલાહ અને ન્યાય સર્વમાન્ય હતાં. બેસતા વર્ષના સપર્ધા દિવસે એમનાં પત્ની રાજમાતાને મળવા રાજમહેલમાં ગયાં. એમનો સાદા પહેરવેશ જોઈ રાણીઓના આશ્ચર્યનો પાર ન રહ્યો. આવા અસામાન્ય પુરુષની સ્ત્રી આવા સામાન્ય વેશમાં ! એમણે એમને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને અલંકારોથી વિભૂષિત કરી પાલખીમાં ઘેર મોકલ્યાં. પાલખી ઉપાડનાર ભાઈઓએ આવી શાસ્ત્રીને બારણે ટકોરા માર્યા. રામશાસ્ત્રીએ બારણું ખોલ્યું પણ ઠઠારો જોઈ પાછું બારણું બંધ કરતાં કહ્યું : “તમે ભૂલથી મારે બારણે આવ્યાં છો. આ તો કોઈ દેવી છે. આ ગરીબ બ્રાહ્મણને ત્યાં એ ન હોય.” એમનાં પત્ની સમજી ગયાં. રાજમહેલમાં જઈ આભૂષણ પાછાં આપી પેલાં સાદાં કપડાં પહેરી પગપાળા એ ઘેર આવ્યાં. પત્નીને સ્નેહથી સત્કારતાં શાસ્ત્રીએ કહ્યું : “તારી ગેરહાજરીમાં તારા ૩૪૨ % મણિય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386