Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 360
________________ ઘરમાં કોઈ દેવી ઘૂસવા આવી હતી. એક પત્નીવ્રતધારી એવો હું એમ ઘૂસવા દઉં ?'’ ૬૫૪. શિકાર નહિ, સંયમ જે રામરાજ્ય અને આર્યસંસ્કૃતિની વાતો તો ખૂબ જ થાય છે પણ ! રામરાજ્ય એટલે મર્યાદા અને સાદાઈ. એને બદલે આજે રૂપનાં દર્શન, નિદર્શન અને પ્રદર્શનના જલસા ચાલી રહ્યા છે. ઉપલા વર્ગનાં નરનારીઓને રૂપની હરીફાઈનાં જે પ્રદર્શન માંડ્યાં છે તે પ્રગતિ છે કે અવગતિ ? માત્ર કટિ~વક્ષનાં વસ્ત્રોમાં વિવસન યુવતીઓને હારબંધ ઊભી રાખી, નીરખી નીરખીને આંખોની પ્યાસ તૃપ્ત કરી, એને લલચાવવા રૂપરાણી કહી શિયળધર્મનું અપમાન કરવાનું કાર્ય તો ૨ાવણે પણ નહોતું કર્યું ! પોતાને આ માર્ગથી ઉપાડી જવામાં આવી છે તે સૂચવવા સીતાએ માર્ગમાં આભૂષણો વેરેલાં. તે મળી આવતાં શ્રી રામે લક્ષ્મણને પૂછ્યું : “મારું ચિત્ત વિકળ છે એટલે હું નિર્ણય કરી શકતો નથી. તો કહે કે આભૂષણો સીતાનાં જ છે ને ?'' લક્ષ્મણે નમન કરી કહ્યું : “બંધુ, આ કુંડલ અને કંકણને હું કેમ જાણું ?' હા, એમના ચરણોમાં રોજ નમન કરતો એટલે કહી શકું કે આ નૂપુર તો એમનાં જ છે.'' રૂપ પ્રતિ મર્યાદાથી ઝૂકેલી પાંપણનાં નમન હોય, ગીધની શિકારી નજર નહિ. ૫૫. પ્રેમપુષ્પનો ભાર જકુમારના પ્રશંસકો અને મિત્રોએ એને સન્માનવા સુવર્ણના અલંકારોથી રીઅને તોલવાનું વિચાર્યું. મોટા કાંટાના એક પલ્લામાં કુમારને બેસાડયો. સામે બીજા પલ્લામાં એક પછી એક આભૂષણો એ ગોઠવતાં ગયાં પણ પલ્લું કેમેય ન નમે. ત્યાં શુદ્ધ પ્રેમની સુવાસથી જેનું તન મન પ્રસન્ન છે એવી કુમારની ધર્મપ્રિયા આવી ચઢી, આ મૂંઝાયેલા પ્રશંસ્રકોને જોઈ કરુણાથી એ દ્રવી ગઈ. એના હાથમાં તાજા ખીલેલ ગુલાબનું એક ફૂલ હતું તે એણે આભૂષણોના ઢગલા Jain Education International કામાં મણ 3*3 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386