________________
લેવાની નથી પણ અંદરથી મેળવવાની છે. વિકાસ આવતો નથી, થાય છે.”
આત્મશક્તિનો આ દિવ્ય ધ્વનિ સાંભળી ઇન્દ્રદેવ અહોભાવથી ન રહ્યા. આ પ્રાણવાન ઉત્તરથી ઇન્દ્રદેવને પુરુષાર્થષ્ટિ મળી.
૨૪. સુખનું રહસ્ય ?
હરણ છોડીને તો આનંદ મેળવ્યો છે, હવે પછી પહેરણ કેવું ?
વિદર્ભ દેશનો રાજા આનંદવર્ધન ઘણો જ વ્યથિત રહેતો. સુખનાં સાધનોની તૃષામાં એ સદા અશાંત હતો. તૃષ્ણાએ એના ચિત્તમાં અતૃપ્તિની આગ પેટાવી હતી. એને પ્રસન્ન કરવા ઘણા ઉપાયો કરવામાં આવ્યા; દરેક ઉપાય વ્યથા વધારતો ગયો.
અંતે એક ચિન્તકે અદ્ભુત ઉપાય સૂચવ્યો : “ખરેખર કોઈ સુખી હોય તેનું પહેરણ આપ મંગાવી દો તો હું આપને જરૂર પૂર્ણ સુખની પ્રાપ્તિ કરાવું.”
આની તપાસ કરવા રાજાએ પોતાના સેવકોને ચારે દિશામાં રવાના કર્યા. ઘણી તપાસને અંતે જંગલમાં એક આનંદમસ્ત સુખી માણસ મળી આવ્યો. આ ખબરથી રાજા ખુશ થયો. એને થયું, એનું પહેરણ મળતાં હું સાચા અર્થમાં આનંદવર્ધન કહેવાઈશ. પણ જ્યારે એ સુખી માણસ પાસે એનું પહેરણ માંગવામાં આવ્યું ત્યારે આનંદના ફુવારા છોડતું મત્ત હાસ્ય કરી એણે કહ્યું :
મેં તો ક્યારનું પહેરણ ફગાવી દીધું છે. સુખ વસ્તુઓથી નહિ, વૃત્તિઓને જીતવાથી છે. !”
૬રપ. તનમાં નહિ, મનમાં ભાતે પ્રકાશનું દ્વાર ખોલ્યું હતું. મુનિ-બેલડી નદી પાર કરી રહી હતી. જ ત્યાં ચીસ સંભળાઈ. જળ ભરવા આવેલ સુંદરીનો પગ લપસ્યો અને એ પ્રવાહમાં તણાઈ રહી. બંને કિનારા નિર્જન હતા. નિરાધાર નારીને કોણ બચાવે? મુનિ ? એ તો સ્ત્રીને સ્પર્શે પણ કેમ ? પણ એક કરુણાપૂર્ણ મુનિથી આ ન જોવાયું. એણે પ્રવાહમાં ઝંપલાવ્યું. કન્યાને બચાવી લીધી અને એનાં આભારવચન પણ સાંભળ્યા વિના એ પંથે પડ્યા. માર્ગમાં સાથીએ ઠપકો આપ્યો : “તમે આ શું કર્યું ? સ્ત્રીને ખભે ઉપાડીને તમે વ્રતભંગ કર્યો. તમારી શી ગતિ થશે ?”
૩૨૬ મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org