________________
આપી રહ્યાં હતાં. અગરબત્તી પોતાની દિવ્ય સુગંધથી વાતાવરણને સૌમ્ય બનાવતી હતી અને મીણબત્તી પોતાના મંદ પ્રકાશથી વાતાવરણને સુવર્ણરંગી બનાવતી હતી.
એક દિવસની વાત છે. કોઈ નજીવી વાતમાં બંને વચ્ચે વિવાદ થયો. મીણબત્તીએ અગરબત્તીને કહ્યું : “તારા શરીર સામે તો જો ! કેવી દુર્બળ છે તું ! અને તારું રૂપ તો જો, કોઈ સામું પણ ન જુએ !”
અગરબત્તી ચૂપ રહી.
અગરબત્તીના મધુર મૌનથી મીણબત્તી વધુ કડકાઈથી બોલી, “મેં શું કહ્યું, સાંભળતી નથી ? કેમ જવાબ નથી આપતી ? તારામાં એટલી આવડત ક્યાં છે કે તું મને જવાબ આપે ?”
આ વખતે પણ અગરબત્તી ચૂપ રહી.
મીણબત્તી હસીને પોતાની બડાઈ હાંકતી હતી, “મારી સામે જો, હું કેવી રૂપાળી છું ? મારા પ્રકાશથી ઓરડો કેવો સોહામણો લાગે છે ?” મીણબત્તીનો અહંકાર બોલી રહ્યો હતો, ત્યાં હવાના એક ઝપાટે મીણબત્તી ઓલવાઈ ગઈ !
પરંતુ અગરબત્તીમાં તો એક જ સર્વશ્રેષ્ઠ વસ્તુ હતી: “સંતોષની સુરભિ'.
ઉ૪૭. ભાગ નહિ, ભાવ
ડાં વર્ષ પહેલાંની જ આ વાત છે. નવદ્વીપમાં રામમણિ અને રઘુમણિ વા એ બંને ભાઈઓ મહાપંડિત તરીકે જાણીતા હતા. એમને જેમ વિદ્યા વરી હતી તેમ લક્ષ્મી પણ મળી હતી. બંને વચ્ચે પ્રેમ એવો કે જાણે પુષ્પ અને પરાગ. એક દિવસ મોટા ભાઈ રામમણિએ જ કહ્યું : “રઘુ ! હવે આપણે આ મિલકત વહેંચી નાંખીએ.”
મોટા ભાઈ ! તમે આ શું બોલ્યા ? મૂર્ખાઓ તો જુદા થાય પણ આપણે પંડિત થઈ જુદા થઈશું ?”
રામે પ્રેમથી કહ્યું : “આપણે જુદા થોડા જ થઈએ છીએ ? આપણને કોણ જુદા પાડી શકે તેમ છે ? આ તો મિલકત છોકરાઓને વહેંચી દઈએ જેથી આ તુચ્છ વસ્તુ માટે એ લોકો ભવિષ્યમાં લડીને વેરઝેર ન કરે.”
રામને ત્રણ પુત્ર હતા. રઘુને એક જ. રામે મિલકતના બે ભાગ પાડ્યા. એક ભાગમાં પોતાના ત્રણ પુત્ર અને બીજામાં નાના ભાઈને એક પુત્ર. આ ભાગથી ખુશી થવાને બદલે નારાજ થઈ રઘુએ કહ્યું : “ભાઈ, તમે આ શું
૩૩૮ * મધુસંચય For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org