Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 352
________________ ઉ૪૧. શુભેચ્છાનું સ્મિત 5) ક ઠેકાણે ધખધખતા પાણીમાં ગુલાબનાં ફૂલોને ઉકાળી એનું અત્તર અને * ગુલાબજળ થઈ રહ્યું હતું. તો બીજે ઠેકાણે ગુલકંદ માટે તાજાં ફૂલો વિંખાઈ રહ્યા હતાં. આ જોઈ એક દ્રવિત હૃદયે ગુલાબને જ પૂછ્યું : “જેની પાંખડીઓમાં નયનમનોહર રંગો, સુકુમારતા અને સૌન્દર્ય છે અને પરાગમાં મનને ભરે એવો પમરાટ છે એવાં સૃષ્ટિનાં નિર્મળ સ્મિતસમાં ફૂલો, તમારી આ હાલત !' ફૂલો વેદનામાં પણ હસી પડ્યાં, “હા, અમારી આ હાલત છે. માત્ર અમારી નહિ, અમારા જેવા ઘણાય શુભેચ્છકોની આ હાલત છે. જે ખિલે છે, ઉપર આવે છે અને શુભેચ્છાનું સ્મિત વેરે છે એને માણસો જોઈ નથી શકતા ! હા, વિપત્તિથી રડતા કે વેદનાથી પીડાતા કંગાળને જોઈ માણસ દયાનો હાથ કદીક લંબાવે છે, પણ સ્મિતથી ઉદય પામતાને તો એ ઉપેક્ષાથી કે ઈર્ષાથી કચડી જ નાંખે છે ! હા, પણ અમે મરતાં નથી, સુવાસ અને કુમાશરૂપે જીવીએ જ છીએ. પહેલાં અમારી શુભેચ્છાનું સ્મિત ફૂલોમાં હતું, હવે સુવાસમાં !” ૬૪૨. શ્રદ્ધાનો સત્કાર ડનની પાર્લમેન્ટમાં ફૉક્સ મધ્યમવર્ગનો પ્રતિનિધિ હતો. એ સામાન્ય વર્ગનો કહોવા છતાં સમર્થ વક્તા હતો. ભથ્થાના આવેલા પાઉન્ડ એ પહેલી તારીખે પોતાના લેણદારોને ચૂકવતો. એક વેપારીએ આવી કહ્યું : “મિફૉક્સ ! મારે બૅન્કમાં ભરવા છે એટલે મારું લેણું આજે જ આપો.” ભાઈ ! તને એક મહિના પછી આપીશ. આ તો હું સંરિડોનને આપીશ. એણે કાંઈ પણ લખાણ લખાવ્યા વિના મારા વિશ્વાસ પર મને માલ આપ્યો છે. મને ક્યાંક અકસ્માત થાય તો એ સજ્જન તો રખડી જ પડે ને ?” ફોક્સની આ જીવનનિષ્ઠાનો પ્રભાવ વેપારી પર પડ્યો. કરારપત્રના ટુકડા કરતાં વેપારીએ કહ્યું : “તો મારે પણ આ લખાણને શું કરવું છે ? આપની અનુકૂળતાએ હવે આપ જ આપી જજો.” ફોક્સ આ વિશ્વાસથી અંજાઈ ગયો : “લો, આ પાઉન્ડ, આ તમે જ લઈ જાઓ. એક તો તમારું દેવું જૂનું છે, બીજું, તમારે બેન્કમાં ભરવા છે, કણમાં મણ ડ ૩૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386