Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 344
________________ પેલા મુનિ તો મૌનમાં કર્તવ્યપંથે ચાલતા જ રહ્યા. સાંજ નમી. પ્રતિક્રમણ પૂર્ણ થયું. રૂઢિચુસ્ત મુનિએ ફરી કહ્યું : “પ્રાયશ્ચિત્ત કર્યું ? પાપ સામાન્ય નથી કર્યું. પ્રતિજ્ઞા ભંગ કરી, અર્ધનગ્ન સુંદરીને ખભે ઉપાડી છે !'' પ્રશાન્ત મુનિએ કહ્યું : “હું તો એને કિનારે જ મૂકી આવ્યો. આપ એને હજુ માથે ઉપાડીને ફરો છો ?'' રાગની આગ તનમાં નહિ, મનમાં છે. ૬૨૬. ઝાંઝવાને ચાહવું ? શ્રીમંત હોવા છતાં શ્રદ્ધાવાન દેખાતા હતા. સવારના બે કલાક તો એ શ્રીમંતરણમાં જ કાઢતા. એક યુવાન એમના ત્યાં આવ્યો. “શેઠ ! પૈસાની અનિવાર્ય આવશ્યકતા છે એટલે આ માલ મારે કાઢી નાખવો છે. આપ ન લો ?'' શેઠ ગરમ થઈ ગયા : “જોતો નથી. હું કેટલો કાર્યમગ્ન છું ? જા, કામે લાગ. અઠવા યા પછી વાત.'' “પણ શેઠ ! મારે પૈસાની આજે જ જરૂર છે. મારી મા માંદી છે.'' ‘સાંભળતો નથી ? કામમાં છું, જા બહાર જા....'' ત્યાં વચ્ચે જ એણે અરજ કરી : “એક પ્રશ્ન આપને પૂછું ? આપ ભગવાનને ચાહો છો ?'' શેઠને આશ્ચર્ય થયું. ‘કેમ આમ પૂછે છે ? ભગવાનને ન ચાહું તો શું તને ચાહું ?” “ના, એને ચાહતા હોત તો એના જ જીવંત પ્રતીક સમા માનવીને આમ ધૂતકારી ધક્કો મારવા તમે તૈયાર ન થાત. તે કેમ મનાય ?' ‘જે દૃશ્ય માનવને ધિક્કારે ને અદૃશ્ય પરમાત્માને સ્વીકારે. આ કેવું ?' ૬૨૭. અભિશાપમાં વરદાન ણે દેશના મુખ્ય પ્રતિનિધિઓ આજે ભગવાન શંકર સામે હાથ જોડીને ઊભા છે. ભગવાન શંકરની કૃપાનજરની ભિક્ષા માગતા ઊભેલા રશિયા, બ્રિટન અને અમેરિકાના આ પ્રતિનિધિઓની આંખમાં સંહારક સ્વાર્થનો રંગ Jain Education International કણમાં મણ = ૩૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386