Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 345
________________ કાળાઈ રહ્યા છે. ભગવાન કહ્યું : “તમારી પ્રતીક્ષા અને પૂજાથી પ્રસન્ન થયો છું, માગવું હોય તે માગી લો.'' રશિયાના પ્રતિનિધિએ જ પહેલ કરી : ‘સ્મશાનના દેવ, તમે પ્રસન્ન થયા હો તો આ મૂડીવાદી અમેરિકાને નિર્મૂળ કરો. ધનનો ઉન્માદ એમણે જ જગાડયો છે.'' ત્યાં વચ્ચે જ અમેરિકાના પ્રતિનિધિએ કહ્યું : “અરે ! આ સામ્યવાદીઓએ જ બધાને નિર્ધન કર્યા છે. તાં હે મહાકાળ ! પ્રસન્ન થયા હો તો આપનું સર્વનાશક ત્રીજું લોચન એના કર ખોલાં.' ' ભગવાન ત્રીજાને પૂછ્યું : ‘તમારું શેનું વરદાન જોઈએ છે ?' નમ્રતાથી માથું ઝુકાવતો બ્રિટનના પ્રતિનિધિએ કહ્યું : ‘‘આ બે જે માગે વરદાન તે બંનને આપો તો ભગવાન ! મારું વરદાન મને મળી ગયું !'' ૬૨૮. કરણના પ્રવાસીએ અમીરને ત્યાં રાતવાસો કર્યો. એની પાસે પાંચસો ભય પાપની સજાનો છે એ અમો મુ. બીજે દિવસે પ્રવાસી જવા લાગ્યો ત્યારે અમીરે આગ્રહ કર્યો એટલે એ ત્રા દિવસ વધુ રોકાયો. પ્રવાસીએ જતાં જતા માર્ગમાં ગીનીઓ ગણી. સો ની ઓછી નીકળતાં ગભરાયેલો એ પાછો આવ્યો. અમીરે બધા નોકરોને બોલાવ્યા અને કહ્યું : “આની ગયેલી સો ગીનીનો ચોર આપણામાં જ છે. એનો જાદુઈ ગધેડો છે, જે ચોર હશે એ પૂંછડું પકડતાં પકડાઈ જશે.'' બધા વારાફરતી પૂંછડું પકડીને આવતા ગયા અને અમીર દરેકનો હાથ સૂંઘતો ગયો. એકનો હાથ સુંધી અમીરે કહ્યું : “દોસ્ત, ગીની આપી દે.'' ગભરાયેલા નોકરે ગીનીઓ આપી દીધી. પ્રવાસીએ આશ્ચર્યથી પૂછ્યું : “કમાલ કરી તમે ? ચોરને કેમ પકડી શક્યા ?'' અમીરે કહ્યું : “તમારા ગધેડાના પૂંછડે મેં ઘાસલેટ લગાડ્યું હતું. જે જે અડવા તેના હાથમાં ઘાસલેટની વાસ આવતી હતી. આ જ એક ડરનો માર્યો નહોતાં અડ્યો એટલે એના જ હાથમાં ઘાસલેટની વાસ આવતી નહોતી. ’ Jain Education International ૩૨૮ : મધુસંચયા હત For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386