________________
ક્રોધ એ જો અગ્નિની જ્વાળા છે, તો ક્ષમા એ જળનો ફુવારો છે. જળ હોય ત્યાં અગ્નિ કેમ પ્રગટે ? અને કદાચ કિનારા પર પ્રગટે તોય એને બુઝાતાં વાર શી લાગે ?
પ૮૫. માન મળે તો જ્ઞાન મળે !
છે, હુબલી સમરાંગણમાં સંયમી તો થયા, પણ એમના હૈયામાં રહેલી
માનની ગોળી નહોતી ગળી. એમના મનમાં એમ કે કેવળજ્ઞાન થયા પછી ભગવાન 28ષભદેવ પાસે જઈશું તો સંયમમાં મોટા પણ ઉમરમાં નાના મારા ભાઈઓને નમવું નહિ પડે.
એટલે કેવળજ્ઞાન મેળવવા એમણે તપ આદર્યો. કેવો આકરો તપ ! એમની કાયા પર વેલડિયો વીંટાઈ, એમના કાનમાં ચકલાએ માળા નાખ્યા, તોય એમને જોઈતી વસ્તુ ન લાધી. એમની કાયાએ તાપના, ટાઢના, વરસાદનાં દુઃખડાં વેડ્યાં, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું, કારણ કે અભિમાનની ગોળી નહોતી ગળી.
ભગવાન ઋષભદેવે કરુણા આણી, બાહુબલીની બે સાધ્વી બહેનોને બોધ આપવા મોકલી. બહેનોએ કહ્યું; “બાંધવા ! હાથી ઉપરથી નીચે ઊતરો, માનના શિખર પર બેઠેલાના હૈયામાં જ્ઞાનની જ્યોત પ્રગટતી નથી. ત્યાં ગર્વના વાયુ વાય છે. જ્ઞાનદીપ બુઝાઈ જાય છે, માટે વીરા ! નીચે ઊતરો. જ્ઞાનના સૂર્યની આડે અભિમાનનો પડદો આવે છે ત્યારે માણસ છતી આંખે અંધ થાય છે.'
શાણા બાહુબળી ચમક્યા, ચેત્યા. એમનો આત્મા નાના બાંધવોને વંદન કરવા તૈયાર થયો. અંતરમાં લઘુતા આવી. માત્ર એક ડગ ભર્યું ત્યાં કેવળજ્ઞાનના પ્રકાશથી એમનો આત્મા પ્રકાશી ઊઠ્યો.
વાહ ! માન મળે તો જ્ઞાન મળે.
૫૮૬. સંસારની શેરડી છે. સારનું કલહમય જીવન જોઈ, જીવનદાતા સૂર્યદેવ નિરાશ થઈ અસ્તાચળ
તરફ સરકી રહ્યા હતા. ત્યાં એમની નજરે પ્રેમનો એક સોહામણો પ્રસંગ પડ્યો, અને સૂર્યદેવનો ગ્લાનિભર્યો ચહેરો હર્ષથી નાચી ઊઠ્યો !
ભક્ત કવિ તુકારામ શેરડીના દશ સાંઠા લઈ ઊભી બજારે ચાલ્યા જાય છે. એમની આંખમાં બાળક જેવી નિર્દોષતા છે, મુખ પર ગુલાબ જેવું મૃદુ ને
૨૭૬ * મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org