________________
ધોતિયાને એમણે ગાંઠો મારી હતી, પણ મનમાં થોડી જ એમણે ગાંઠો વાળી હતી ? એ તો પ્રકૃતિમૈયાના લાડકવાયા હતા. એક ઘા ને બે કટકા એ
એમનું સૂત્ર હતું. એમને જો સાચું જ્ઞાન મળ્યું હોત તો ? એમનાં ઝટ સળગી ઊઠે એવા દિલની કોઈ દિલસોજ માનવીના હાથે માવજત થઈ હોત...તો...પણ આ પ્રશ્ન જ અસ્થાને છે ને ?
આકાશના ઝરૂખામાંથી ઉષાએ પોતાનો ગુલાબી ચહેરો બહાર નહોતો કાઢ્યો, ત્યાં તો દશે યુવાનો તીર-કામઠાં લઈ હાજર થઈ ગયા. મારી સાથેના એક ભાઈ મનમાં જ બબડ્યા : ‘આ વળાવવાના બહાને અર્ધે રસ્તે લૂંટવા તો નથી આવ્યા ને ? પણ એનો બબડાટ સાંભળી મારાથી ન રહેવાયું. મારાથી બોલી જવાયું—
શ્રદ્ધા ભરી જે સત્યથી, તે તો કદી ફરતી નથી; શ્રદ્ધાવિહોણી જિંદગી જગમાં કદી ફળતી નથી.'
પણ કોણ જાણે મને એવું ઘેલું લાગ્યું કે એમની વાતો જ સાંભળવી ગમે. આખે રસ્તે વાતો, વાતો અને વાતો. એ યુવાનોને પણ એમનો અનુભવ ઠાલવવાની જાણે આજ ધૂન લાગી હતી ! રસ્તામાં ઝાડોની ઓળખાણ આપે. થોડું ચાલીએ ત્યાં પક્ષીઓની વાત ઉપાડે. વળી ખીણોની, પર્વતોની અને નદીઓની પિછાન કરાવે. ક્યાંક છૂપી પગદંડીઓની, શિકારની, લૂંટની અને છેલ્લે સંતાઈ જવાનાં સ્થાનોની વાતો કરે !
લૂંટની વાત નીકળતાં જ મારાથી ન રહેવાયું. મેં ખુલ્લા દિલે, પેલા ભાઈઓએ કહેલી વાત એમને કહી સંભળાવી. વાત સાંભળતાં જ એ ખડખડાટ હસી પડ્યા. પર્વતોમાં પડઘા પાડતું એમનું હાસ્ય સાંભળી હું જરા ઠરી ગયો. આ કેવું વિચિત્ર હાસ્ય ! ત્યાં તો એમનામાં એક શાણો ગણાતો નાયક જેવો યુવાન બોલી ઊઠ્યો :
‘સાચું, સાચું, મહારાજ ! તમે કહેલું બધું સાચું છે. તમારી આગળ અમે જૂઠું નહિ બોલીએ. અમારામાંનો એકાદ કોઈને લૂંટે એટલે અમે જ લૂંટીએ છીએ એમ કહેવાય; પણ અમે કોને લૂંટીએ છીએ એ તમને પેલા ભાઈઓએ કહ્યું નથી લાગતું !'
મેં કહ્યું, ‘કોને વળી શું ? જેની પાસે માલ હોય તેને !'
‘ના, મહારાજ ! ના. અમારે માથે પણ ભગવાન છે. અમારેય એક દી મ૨વાનું છે. અમે જેને તેને ન લૂંટીએ. ગામમાં જે શાહુકાર થઈ, વિદ્યા ભણી, મીઠી વાતો કરી અમને લૂંટતા હોય, તેમને અમે અહીં લૂંટીએ છીએ. એ લોકો
Jain Education International
૨૮૨ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org