Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 326
________________ વિપ્રોને નમન કરી વિદાય લીધી અને મધ્યાહુને રાજસભામાં હાજર થયા. સનત રત્નની મૂઠવાળા સોનાના સિંહાસન પર બેઠા હતા. ચિનાંશુકથી એનો દેહ મઢેલો હતો; ગળામાં હાર, આંગળીઓ પર રત્નજડિત વીંટીઓ હતી, માથા ઉપર સૂર્યકિરણોની સ્પર્ધા કરતો રત્નજડિત મુકુટ હતો. પ્રવાલ જેવા ઓષ્ઠ પર મધુર સ્મિત હતું. રૂપના ગર્વથી મસ્તક ઊંચું કરીને સનતરાજે વિપ્રોને પૂછ્યું “કેમ ? સૌન્દર્યદર્શન પામ્યા ને ?” વિવેકી વિપ્રોએ માથું નકારમાં ધુણાવતાં કહ્યું : મહારાજ ! સૌન્દર્યની ઘડી તો વીતી ગઈ. અત્યારે તો આપના સૌંદર્યને કોરી ખાનારા કોટિ કોટિ ઝેરી જંતુઓ આપના દેહના અણુ અણુએ વ્યાપી ગયાં છે ! એનું પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે આપ ઘૂંકી જુઓ. પછી રાજભિષગ પાસે પરીક્ષા કરાવો. આપના ઘૂંકમાં સહસ રોગજંતુઓ ખદબદતા જણાશે.” ઓહ ! શું મારું શરીર રોગનું મંદિર ! આટલી વારમાં રોગ વ્યાપી ગયો ? ક્ષણવારમાં નષ્ટભ્રષ્ટ થનારા આ સૌંદર્યનો ગર્વ કેવો વ્યર્થ છે ? સનતરાજના અભિમાનનું વાદળ વિખરાઈ ગયું. સનતરાજનો વિલાસ શોકમાં ફેરવાઈ ગયો. એમનો દેહમદ, રૂપમદ ગળી ગયો. એ વિચારી રહ્યા : રે ! જે રૂપથી હું ગર્વિત હતો, એ રૂપમાં તો કુરૂપતા સમાયેલી છે ! દેહના રૂપ ઉપર ગર્વ કરનાર મારા જેવો ગમાર આ જગતમાં બીજો કોણ ? દેહના રૂપમાં લીન બની હું આત્માના રૂપને ભૂલી ગયો. માણસનો જ્યારે વિનાશ આવવાનો હોય છે, ત્યારે જ એને રૂપનો ગર્વ આવે છે. બસ ! મારે આ નશ્વર દેહની મમતા ન જોઈએ. દેહને ડૂલ કરીને પણ આત્માના અમર સૌન્દર્યને શોધું. કર્મચૂરાએ ધર્મે શૂરાભર્યું રાજ્ય ને ભર્યા વૈભવને છોડી એ જ પળે સનતકુમાર ચક્રવર્તી જંગલની વાટે ચાલી નીકળ્યા. ગિરિ અને ગુફામાં, ખીણ અને ખાણમાં એ ફરે છે. એમની ફૂલ જેવી કોમળ પગની પાનીમાંથી લોહીની ટશરો ફૂટી છે. પણ એની એમને પરવા નથી. તડકામાં એ તપે છે. શિયાળામાં એ ઠરે છે અને ઊની ઊની લૂમાં એમનો દેહ શકાય છે. પણ સતન તો દેહ ભૂલી ગયા છે; આત્મસૌન્દર્યની ખોજમાં ઊંડા ઊતરી ગયા છે. એ વાત પર કંઈ કેટલી વસંત ઋતુઓ વીતી ગઈ. તપસ્વી સનત એક વૃક્ષ નીચે ધ્યાનમગ્ન બેઠા છે. હરણાંઓ આંખ ઢાળીને એમની પડખે બેઠાં છે. દૂર દૂર ઊભેલો દૂર સિંહ પણ સનતની સમતામાં સ્નાન કરી રહ્યો છે. વાતાવરણમાં મૈત્રીનું, પ્રેમનું, વાત્સલ્યનું તેજ વિસ્તરેલું છે. ત્યાં પેલા બન્ને દેવો વૈદ્યના રૂપે હાજર થયા. નમન કરી કહ્યું : “મહારાજ ! અમે બે ધવંતરી વૈદ્યો છીએ. અમારા ઔષધના સેવનથી આપનો રોગ તત્કાળ મટી જશે. અમારું ઔષધ સ્વીકારો.” બિંદુમાં સિંધુ * ૩૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386