Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 272
________________ શાન્તનુનો મૃગયા શોખ દિનપ્રતિદિન વધતો જતો હતો. એના શિકાર૨સની વાત દૂર દૂર સુધી પ્રસરી હતી. કેટલાક કવિઓ તો એના આ કલા-કૌશલ્યનાં કાવ્યો રચતા, અને એની વીરતાને બિરદાવી ઇનામ મેળવતા. એક શિકારીએ આવી કહ્યું : ‘મહારાજ ! અહીંથી ઠીક ઠીક અંતરે એક શારંગ વન છે. વૃક્ષોની ઘટા એવી જામી છે કે, ત્યાં દિવસે પણ અંધારું લાગે. લતામંડપો સૂર્યકિરણને જમીનને અડવા જ દેતાં નથી, વચ્ચેથી એ જ ઝીલી લે એટલા ગાઢ છે. ‘આ વનમાં મૃગલા, સસલાં, ડુક્કર અને ચિત્તાનાં ટોળે-ટોળાં મુક્ત રીતે પરિભ્રમણ કરે છે. આપના રાજ્યમાં જેમ પ્રજા નિર્ભય થઈ ફરે છે, તેમ ત્યાં આ પશુઓ અભય થઈ વિહરે છે. શારંગ વનમાં આપ શિકારે પધારો તો કોઈ ઓર રંગ જામે. માતેલાં આ મદમત્ત પ્રાણીઓને ખબર પડે, કે, ના હજુ વિશ્વમાં વીંધનારા અને ચલ લક્ષ્યને ભેદીને શિકાર કરનારા વીરો પણ જીવે છે.' શાન્તનુ તો આનંદમાં આવી ગયો. એણે તુરત હુકમ કર્યો. કરો તૈયારી ત્યારે, આપણી શિકારી ટોળીને સજ્જ કરો. આપણા ચારણ કવિઓને પણ સાથે લો. એ પણ ભલે જુએ મારું શિકારકૌશલ્ય અને ભલે ૨ચે એનાં મહાકાવ્ય !' શિકારીઓના વૃંદ સાથે શાન્તનુ શારંગ વનમાં આવી પહોંચ્યો. એની સાથે ઠીક ઠીક રસાલો હતો. એ પોતે મહાકાય મયૂર આકૃતિવાળા રથમાં બેઠો હતો. રથના અગ્ર ભાગે પોતાનો રાજધ્વજ ઊડી રહ્યો હતો. આસપાસ કવિ અને ચારણોનું વૃંદ હતું. આગળ શિકારી ઘોડેસવારો ને પાછળ એના અંગરક્ષકો હતા. એ વનમાં પેઠો અને મદમત્ત થઈ નાચતાં મૃગનાં ટોળેટોળાં એની નજરે પડ્યાં. સુવાસથી હવા સુરભિગંધા હતી. આ મોહમયી હવામાં વસ્તીમાં માણસો ફરે એમ અહીં ગેલ કરતાં આ પશુઓ ફરતાં હતાં. આવા સુંદર દૃશ્યથી આનંદને લીધે એના ઉરધબકાર વધી ગયા. આજ્ઞા થતાં અનુચરોએ ચારે બાજુ પાસા નાખ્યા. પશુઓ દોડવા પ્રયત્ન કરે પણ જાય ક્યાં ? ચારે બાજુથી એ ઘેરાઈ ગયાં અને ભયભીત બની દોડાદોડ કરી રહ્યાં હતા. એમની કિકિયારીઓને આક્રંદથી વન આખું કોલાહલમય થઈ ગયું. ‘થોભો !' ગગનમાં મેઘગર્જના થાય એવો પડકાર થયો. આ અવાજ એવો તો અણધાર્યો આવ્યો કે પળવાર તો મહારાજ શાન્તનુનું હૈયું પણ થડકી ઊઠ્યું. એકદમ સ્વસ્થતા મેળવી, એણે જોયું તો પોતાની સામે એક ધનુર્ધારી વીર્યવાન શક્તિના અવતાર સમો રૂપાળો ઘોડેસવાર હતો. એની અણિયાળી Jain Education International ભવનું ભાતું ૨૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386