________________
અતિથિભવનમાં ફરી રહ્યો. ત્યાં પોતાની સખી મનોરમા સાથે બાળા આવી પહોંચી. અતિથિગૃહમાં પ્રવેશતાં જ એણે કહ્યું:
‘ક્ષમા કરશો. આપના આતિથ્યમાં જરા વિલંબ થયો છે, કારણ કે હું પૂજાનાં વસ્ત્રોમાં હતી. દેવપૂજાનો વિધિ પૂર્ણ થયા પહેલાં હું બીજા કાર્યમાં રસ લેતી નથી.'
આભારનો ભાર એ ન ઝીલી શક્યો. એણે વચ્ચે જ કહ્યું. ‘તો તો ક્ષમા મારે જ માગવાની હોય. તમે પૂજાના વસ્ત્રમાં હતાં ત્યાં મેં આવી તમારા કાર્યમાં અંતરાય કર્યો, ક્ષમા માંગ્યા પછી એણે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી :
મને આશ્ચર્ય તો એ થાય છે કે આવા એકાન્ત અરણ્યમાં આ આશ્રમ કેમ ? અને આ આશ્રમમાં વળી તમારા જેવા રસનિર્ઝરતા આત્માનો નિવાસ કેમ ? હું પૂછી શકું કે પ્રભાતના પુષ્પ જેવા આ દેહનાં માતાપિતાનું નામ શું ?' યુવાનની પ્રશ્ન પૂછવાની રીત પણ મધુર હતી ટૂંકી છતાં મર્મભરી. આ રીતથી બાળાના મુખ પર સ્મિત ર્યું. આકાશમાં વીજળી ચમકે અને અદૃશ્ય થાય તેમ તેની શુભ્ર દાંતની પંક્તિ દેખાઈ અને અદૃશ્ય થઈ.
મનોરમા ચપળ અને બોલકી હતી. એણે સંમતિ માટે પોતાની સ્વામિની સામે દૃષ્ટિ નાખી. બાળાએ આંખથી જ સંમતિ આપી, એટલે મનોરમાએ ચાલુ
કર્યું.
‘વિદ્યાધરોના સ્વામી જન્તુ રાજાનું નામ તો આપે સાંભળ્યું જ હશે. એ પ્રતાપી નરરત્ન જન્તુરાજનાં આ પુત્રી છે. એમનું નામ ગંગા છે. મારાં સખી અને સ્વામિની છે. એમની પાસે જેમ અલૌકિક લાવણ્ય છે, તેવું જ વિદ્યાધન છે. જીવનની પ્રત્યેક કલામાં એમણે સાધના કરી સંસિદ્ધિ મેળવી છે. એમની વિશિષ્ટતા એ છે કે જેમ લોખંડના ટુકડાને પારસમણિનો સ્પર્શ થાય તો તે સુવર્ણમાં ફેરવાઈ જાય છે, તેમ એમના હાથનો સંસ્પર્શ કોઈ સામાન્ય વસ્તુને થાય છે અને તે કલાકૃતિમાં ફેરવાઈ જાય છે.'
‘કારણ કે એમનું જીવન જ એક સંપૂર્ણ કલા છે.’ ગંગા સામે પ્રેમ અને માનભરી દૃષ્ટિ નાખતાં યુવાને વાતની પૂર્તિ કરી.
સ્મિતથી જ એનો ઉત્તર વાળી મનોરમાએ આગળ ચલાવ્યું, ‘આ કલાવતી પુત્રી પાસે જન્તુરાજે એક દિવસ લગ્નની વાત મૂકી, દેશ દેશના રાજકુમારોનાં આવેલાં માગાં એમની આગળ રજૂ કર્યાં અને આ અંગે ગંગાનો મુક્ત અભિપ્રાય પૂછ્યો.
-
મુક્ત વિચારોમાં ઊછરેલી આવી તેજસ્વી પુત્રીને જે તે રાજકુમા૨ને તો અપાય જ નહિ. આદર્શ જેના પ્રાણ છે એવી આ સમર્થ પુત્રી આગળ સામાન્ય
Jain Education International
૨૪૬ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org