________________
પ્રશંસાભરી લજ્જાની લાલી શાન્તનુના મુખ પર ધસી આવી. વીરોના વીર શાન્તનુના મુખ પર આ ક્ષણે એક નિર્દોષ શરમાળ કન્યાના ભાવ હતા. આ મધુર સ્વપ્નના લાભથી એના હૈયાના આનંદે દૂર દૂર સુધી પાંખો પ્રસરાવી હતી. લજ્જાને સંકેલી લેતાં એણે કહ્યું :
‘આવું સુંદર ભાગ્ય જો મારું હોય તો એ શાન્તનું હું પોતે જ છું. આ તેજસ્વિની અને સામર્થ્યવતી જીવનસંગિની માટે એક વચન તો શું પણ હું મારા આ સમસ્ત જીવનને આપવા ઉત્સુક છું.
પથ્થરની પરોક્ષ દેવીને પ્રસન્ન કરવા ભક્તો બલિદાન આપે છે, તો આ પ્રત્યક્ષ અને જીવંત દેવી આગળ હું મારું સર્વસ્વ ધરું એ કંઈ વધારે કહેવાય ?’ ‘અને આ સિવાય પણ જેની સાથે લાંબી જીવનયાત્રા વીતાવવી છે, એ સખીના અભિપ્રાયને સત્કારવા જેટલી ઉદારતા જેનામાં ન હોય તે લગ્નજીવનનો અધિષ્ઠાતા પણ કેમ બની શકે ?”
વાર્તાલાપ ચાલતો જ હતો. ત્યાં પોતાના પરિવાર સાથે જન્તુરાજ આવી
પહોંચ્યા.
શિષ્ટાચાર પ્રમાણે અરસપરસ સત્કાર કર્યો. સ્વજનભાવે થોડી સ્નેહગોષ્ઠિ કરી અને સૌ પોતાના શયનખંડમાં આરામ કરવા ચાલ્યાં ગયાં.
શાન્તનુને આખી રાત જાત જાતના વિચારો આવ્યા. આશ્ચર્ય અને આનંદના તરંગો પર એ તરી રહ્યો. પોતે શું પ્રાપ્ત કરવા નીકળ્યો હતો અને શું પ્રાપ્ત થયું ?
રામ અને સીતાનો વિયોગ હરિણે કરાવ્યો હતો તો શાન્તનુ અને ગંગાનો સંયોગ પણ હરિણે જ કરાવ્યો. ચંદ્રને કલંક હરિણથી મળ્યું તો નેમ-રાજુલને સિદ્ધિ હરિણથી જ લાધી. ઇતિહાસ તો જાણે હરિણે જ રચ્યો છે.
હતાં.
કોઈ વાર ઠોકર વાગતાં જમીનમાંથી નિધિ નીકળી આવે તે આનું નામ. શેષ રાત્રિમાં એ ઊંઘ્યો, પણ એની આંખમાં સ્વપ્ન તો ગંગાદેવીનાં જ
*
નિયત કરેલા ઉત્તમ દિવસે વિધિપૂર્ણ લગ્ન થયાં. જન્તુરાજે હેજમાં ઉત્તમ ભેટો આપી અને આંસુભીની આંખે પુત્રી અને જમાઈને વિદાય આપી. માતાપિતાના જીવનમાં પુત્રીના વિયોગનું દુઃખ હોય છે, તો પોતાનું કર્તવ્ય આનંદપૂર્વક પૂર્ણ કર્યાનું શીતળ મલમપટ્ટા જેવું સુખ પણ હોય છે.
Jain Education International
ભવનું ભાતું ૨૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org