________________
ભાગ્યમાં ક્યાંથી હોય ! છતાં હુંય એક દિવસની આરાધના તો જરૂર કરી શકું, આપ ધર્મના લાભપૂર્વક આશીર્વાદ આપો કે મારા આ પ્રવૃત્તિમય જીવનમાં મૌન એકાદશી નિવૃત્તિની ગાથા બની રહો. ધમાલની ઘોંઘાટમય જિંદગીમાં આ કલ્યાણકોનું ચિંતન એક મૂક કાવ્ય બની રહો ! યુદ્ધ અને રાજ્યના ઝંઝાવાતમાં આ દિવસ એક પરમ શાંતિ બની રહો !”
શ્રીકૃષ્ણના આ ભાવોદ્ગાર પૂર્ણ થયા, અને શ્રી નેમિનાથની દૃષ્ટિમાંથી જીવનના સભાવોને અમર કરતી જાણે અમીધારા વર્ષવા લાગી.
ચક્ષુના કટોરામાં આ અમીભાવ ભરી શ્રીકૃષ્ણ તેમની વિદાય લીધી અને શ્રીમે ગિરિનારનાં શિખરો ભણી પગલાં માંડ્યાં.
યદુકુલના સૂર્ય અને ચન્દ્રનો આ ભાવપૂર્ણ વાર્તાલાપ માનવહૃદયમાં મૌનની અમર ગાથા રચી રહ્યો.
૨૨૬ * મધુસંચય For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org