________________
પ૭૩. ભવનું ભાતું
- સાના ભડકાથી સળગતી ધરતી ઉપર, વિલાસ મગ્ન વસુંધરા પર, પાપથી ખદબદતી દુનિયા પર, ચૈત્ર સુદ જૈ તેરસના પુનિત દિવસે એક અજોડ બાળકે અવતાર લીધો.
આંખમાં અમૃત, મુખ પર મધુર સ્મિત, હૈયામાં કરુણા અને આત્મામાં અખંડ વિશ્વવાત્સલ્ય ભરીને અવતરેલી આ વિરલ વિભૂતિને જોઈ દુનિયા દંગ બની ગઈ.
આ વિભૂતિના આગમનથી દુખિયારી દુનિયા પર સુખની ગુલાબી હવાનો સંચાર થયો.
માતા ત્રિશલારાણી અને પિતા સિદ્ધાર્થ રાજા તો આ બાળકનાં દર્શનથી આનંદમગ્ન હતાં જ, પણ ક્ષત્રિયકુંડ ગામ પણ જાણે નર્તન કરી રહ્યું હતું.
મગધની ધરતી એક દિવ્ય પ્રકાશ પામી હતી. વસન્તની કામણગારી કોકિલા જાણે આમ્રવૃક્ષની શાખા પર આનંદ ને
ઉલ્લાસના ઝૂલે ઝૂલતી, મંજુલ ધ્વનિથી ૧ ટહુકા કરવા લાગી. કુંજની ઘટાઓમાંથી
ર૩૬ મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org