________________
ધરતીની અંદરથી રસ ચૂસે છે. આમ માણસ પણ લીલો ત્યારે જ રહે, જ્યારે એ તનથી સહનશીલતાનો તપ કરે અને હૃદયથી પ્રેમરસનું પાન કરે.
૩૬૩. જીવનશુદ્ધિ જ્યાં સુધી આપણા હૃદયમાં, જીવનમાં અને વ્યવહારમાં સંસ્કારની સૌરભ વ્યાપક બનશે નહિ ત્યાં સુધી આપણાં કુમળાં બાળકોમાં સુસંસ્કારની મહેક આવી શકશે નહિ. સંતાનને સુધારવા ઇચ્છતા માનવીએ જાતને સુધારવી જોશે.
૯૪ * મધુસંચય For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International