________________
કારતક સુદ પૂર્ણિમાના નવપ્રભાતે આકાશમાં સૂરજે પ્રકાશની પિચકારી મારી ત્યારે સાધુઓએ વિહાર માટે કેડ બાંધી. પલ્લીપતિએ આવી ભાવપૂર્વક નમન કર્યું. સાધુઓ આગળ વધ્યા. પલ્લીપતિ પણ એમને વિદાય આપવા થોડે સુધી એમને પગલે પગલે ચાલ્યો, પણ એના હૃદયમાં કંઈક મંથન હતું. ચાર ચાર મહિના સુધી સાધુઓ એમની પલ્લીમાં રહ્યા હતા. પણ કેવા શાન્તિથી ! ન કોઈની આઘી, ન કોઈની પાછી ! ન બોધ કે ન ણા ! કેવી પ્રેમભરી નજ૨ !
પલ્લીપતિ વિચારી રહ્યો, સાધુઓએ મૌન રહીને જાણે વ્યાખ્યાન આપ્યું હતું. સત્ય અને સંયમની મૂક હવા ઊભી કરી હતી ! આજે એ હવા કામ કરી રહી હતી.
પગદંડીના વળાંક આગળ આચાર્ય સુસ્થિત થંભ્યા. એમણે છેલ્લી વિદાય માગતાં કહ્યું : ‘પલ્લીપતિ ! તમને એક પ્રશ્ન પૂછું ? તમે કહ્યું હતું કે ચાતુર્માસમાં અમારે તમારા સંબંધી કંઈ જ ન પૂછવું, પણ આજ એ ચાતુર્માસ પૂર્ણ થયું છે, સાથે તમારી એ શરત પણ પૂર્ણ થઈ છે. એટલે કહો તો કંઈક પૂછું.’
આચાર્યની સંયમભરી સહૃદયતાએ પલ્લીપતિના હૈયાનો કબજો લીધો. એ ગળગળો થઈ ગયો. બોલ્યો, ‘પૂછોને પ્રભો ! જે પૂછવું હોય તે પૂછો. હું આપનાથી કોઈ વાત નહિ છુપાવું.'
‘તમે કહો છો કે હું ચોર છું, પણ તમારા સંસ્કાર તો ચાડી ખાય છે કે તમે કોઈ કુલીન વંશના છો. તમારામાં રહેલા કેટલાક ગુણો મને આકર્ષી રહ્યા છે; ભાઈ ! તમારું પોતાનું કુળ એ ચોરનું કુળ હોય ના.'
આચાર્યની પ્રેમવાણીથી પલ્લીપતિનું હૃદય પીગળવા લાગ્યું. મીણને ગરમી મળતાં એ ઓગળે એમ એનું હૈયું આચાર્યની પ્રેમ-ઉષ્મામાં ઓગળી રહ્યું. એને પોતાનો ભવ્ય ભૂતકાળ સાંભરી આવ્યો, એની આંખમાં વેદનાનાં આંસુ આવ્યાં જાણે પહાડ ભેદીને જળધોધ બહાર આવ્યો. બંને હાથવતી પોતાનું કપાળ દાબતાં એણે કહ્યું :
-
પ્રભો ! પ્રભો ! એ જૂની વાત ના પૂછો. જિગરના કેટલાક ઘા અપ્રગટ જ સારા. હું અત્યારે કોણ છું એટલું જાણો એ જ પૂરતું છે !'
આચાર્યને આગળ વધવું હતું. તાપ વધી રહ્યો હતો, છતાં એ થંભ્યા. એમની રત્નપારખુ નજર કહી રહી હતી કે ઝવેરાત અહીં જ છે. આ કોલસામાંથી જ હીરો મળવાનો છે. એ જરા નજીક આવ્યા, પિતા પોતાના પુત્ર ૫૨ જે વાત્સલ્યથી હાથ મૂકે તે વાત્સલ્યથી હાથ મૂકતાં એમણે કહ્યું, ‘પલ્લીપતિ !
Jain Education International
૧૮૦ : મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org