________________
પ૬૮. શલ્યાની અહલ્યા
કા તોષ અને શાન્તિમાં મગ્ન થયેલી ” બા ચંપાનગરી ઉપર શતાનિક રાજાના હું સૈન્યનાં ધાડાં અણધાર્યા ત્રાટકી પડ્યાં. નિદ્રાની મધુર ગોદમાં પોઢેલા માનવીની આસપાસ અણધારી વાળા ફરી વળે ત્યારે
જે દશા થાય એવી દશા ચંપાપતિ - દધિવાહનની થઈ. છે દધિવાહન જીવ લઈ નાઠો. એનું છે સૈન્ય છિન્નભિન્ન થઈ ભાગી છૂટ્યું અને ચંપાનગરી અનાથ થઈ.
કૌશામ્બીના સ્વામી શતાનિકે પોતાનો [2 વિજયધ્વજ ચંપાનગરી પર ફરકાવ્યો અને છે એની ખુશાલીમાં પોતાના સૈન્યને એક દિવસ છે માટે જે લૂંટવું હોય તે લૂંટવાની છૂટ આપી.
સૈનિકોએ ગાંડા હાથીઓની જેમ આખી નગરીમાં હાહાકાર મચાવી દીધો.
નગરી નિર્ણાયક હતી, પ્રજા નિઃશસ્ત્ર અને ગભરુ હતી.
સૈનિકો શસ્ત્રસજ્જ અને મદમાં મત્ત * હતા. લૂંટનું ત્રાસદાયક વાતાવરણ નગર
ભવનું ભાતું ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org