________________
મજબૂત હતી. કમળની પાંખડી જેવી વિશાળ આંખોમાં હિંમતનાં તેજ હતાં. કાળી કમાનદાર ભમ્મરો નીચે રહેલી આંખમાં આ કેવું દિવ્ય તેજ હતું ! મૌનના ભાવથી હોઠ બિડાયેલા હતા છતાં સ્મિત કેવું રમી રહ્યું હતું. એના દેહ પ૨ સંયમનું ગૌરવ હતું, છતાં કેવી વિનમ્રતા હતી.
આ સદ્ગુણી સંતાનની પ્રાપ્તિથી શેઠ પોતાને ધન્ય માનતા હતા. કાર્યકારણ ભાવનો સંયોગ પણ અજબ છે. ચંદના નીચે નમી શેઠના પગ પ્રક્ષાલી રહી હતી. નીચે નમેલા મસ્તકનો ઢીલો અંબોડો એ વખતે છૂટો થઈ ગયો. લાંબી લાંબી રેશમના લચ્છા જેવી લટો નીચે કાદવમાં રગદોળાતી પડી.
શેઠે આ સ્થિતિ જોઈ, અને ચંદનાની કેશાવલિને કાદવમાં રગદોળાતી બચાવવા લાકડીના ટેકાથી એને અધ્ધર ઝીલી લીધી.
તેજ પળે મૂળા ઝરૂખામાં દેખાઈ. એણે આ દૃશ્ય જોયું અને એની બધી જ સુષુપ્ત શંકાઓ જખમી નાગણની જેમ છંછેડાઈ ઊઠી. એણે વિચાર્યું, હા, હું ધારતી જ હતી અને તે જ બન્યું. કમળની જેમ મઘમઘતું અને વિકસતું યૌવન સામે હોય ત્યાં આ પુરુષનું મન ચળે એમાં નવાઈ પણ શું ? આમાં કલહ કરે કંઈ જ નહિ વળે. આ કાંટાને મારે દૂર કરે જ છૂટકો છે.
બીજા દિવસે મધ્યાહ્નનો સમય છે. શેઠ જમીને દુકાને ગયા છે. ઘરનું વાતાવરણ શૂન્ય જેવું છે, તે તકનો લાભ લઈ મૂળાએ ચંદનાને લાકડીથી ઝુડી, એના પગમાં બેડી નાખી એક અંધારી ઓરડીમાં એને ધકેલી દીધી. એને ખાતરી હતી કે ત્રણ-ચાર દિવસમાં તો આ ફૂલના પ્રાણ ઊડી જ ગયા હશે અને પછી તો ડોળ અને દંભ કેમ કરવો તે તો આવડે જ છે.
આ દૃશ્યની સાક્ષી એક વૃદ્ધા હતી. એને મૂળાએ ધમકી આપી કે કોઈનેય કહ્યું તો દુનિયામાં તારું નામનિશાન પણ નહિ રહે ! મૂળાનું પિયર ગામમાં જ હતું. એ બે દિવસ માટે પોતાને પિયર ચાલી ગઈ.
શેઠ ઘેર જમવા આવ્યા. ચંદના ન દેખાઈ. એના વિના ઘર નિસ્તેજ હતું. ઘર જાણે આજ ૨ડી રહ્યું હતું. શેઠે માન્યું કે મૂળા સાથે એ મોસાળ ગઈ હશે. બે દિવસ વીતી ગયા પણ શેઠને ચેન નથી. એના હૈયા ૫૨ જાણે દુર્દવના ઓળા ઊતરવા લાગ્યા. એ વિચારવા લાગ્યા, મને આમ કેમ થાય છે ? શું કંઈ અશુભ છે ? હૃદય આમ કેમ બળી રહ્યું છે ? મારા આ અવ્યક્ત દુ:ખમાં ચંદના વિના શાંતિ કોણ આપે ?
ચંદનાને પૂર્યાને ત્રણ દિવસ થયા હતા. છેલ્લી રાતથી પેલી વૃદ્ધા દાસીના હૈયામાં તુમુલ યુદ્ધ ચાલતું હતું. એની માનવતાએ એને જગાડી હતી. એક બાજુ એની શેઠાણીની સખત આજ્ઞા હતી, બીજી બાજુ ચંદનાની કરુણ વ્યથામાંથી
Jain Education International
ભવનું ભાતું ૨૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org