________________
ક્યાંથી લાવ્યો ? એની સુવાસથી જ નાક તૃપ્ત થઈ જાય છે. આ ફળનું નામ શું ?' જગુએ ચીર મુખમાં મૂકતાં કહ્યું : ‘નામ ને ઠામ કોણ પૂછવા બેઠું છે ? એની મીઠાશ અને એનો રંગ જ એની ઉત્તમતા સિદ્ધ કરે છે.'
‘ના, ના, એમ ન કહે, મારે તો નિયમ છે. જે ફળનું નામ હું ન જાણું એ અજાણ્યું ફળ મારે ન ખાવું. નામ કહે તો ખાઉં, નહિ તો લે આ તારું ફળ પાછું.'
‘તો રહો ભૂખ્યા. ચોરી કરવી છે અને નિયમ પાળવા છે ! ગાવું છે, ને લોટ ફાકવો છે, બે વાત ન બને.' બીજા સાથીએ ચીર મોંમાં મૂકતાં કહ્યું. સાથીઓએ ફળ ખાધાં, પાણી પીધું અને જરા આડે પડખે થયા. પુષ્પચૂલના પેટમાં ભૂખના ભડકા જાગ્યા હતા. આજ નિયમ જરા આકરો લાગ્યો, પણ એ ટેકીલો હતો. પ્રતિજ્ઞાને એ પ્રાણ માનતો.
કલાક આરામ લઈ એ ઊભો થયો. કપડાં ખંખેર્યાં અને સાથીઓને ઢંઢોળ્યા. પણ કોણ જાગે ? સૌ ચિરનિદ્રામાં પોઢ્યા હતા. સાથીઓને મૃત્યુશય્યામાં પોઢેલા જોઈ ક્યાંક સાંભળેલી એને ઇંદ્રવરણાં ફળની વાત યાદ આવી. મીઠાં, રંગીલાં, સુંવાળાં ને સુગંધવાળાં ઇંદ્રવરણાંનાં ફળ ! આહ ! ત્યારે તો વાત ખલાસ. હું એક જ રહ્યો, આઠે સાથી પૂરા ! રે, સંત ! તમે તે મને નિયમ આપ્યો કે જીવન આપ્યું ?
એનું માથું હવામાં નમ્યું. એની આંખમાં શ્રદ્ધાનાં નીર છલકાયાં. એનામાં રહેલું સંસ્કારનું જીવનબીજ ફૂટી નીકળ્યું. એ પલ્લીમાં આવ્યો ત્યારે એના ચિત્તમાં પ્રકાશનો પમરાટ હતો.
પલ્લીપતિએ નિર્ણય કર્યો, ચોરી છોડી દેવી. પણ એના હૈયાના ઊંડાણમાં એક કામના ઘણાં વર્ષોથી ઘર કરીને બેઠી હતી : પૂર્ણિમાની પ્રકાશમય રજનીમાં રાજાની પટરાણીના ગળાનો નવલખો ઘર ચોરવો અને પોતાની આ અપૂર્વ ચૌર્યકળાથી ઉજ્જયિનીના પૌરજનો અને નૃપતિને આશ્ચર્યચકિત કરી દેવાં. બસ, આટલું કરી લઉં, પછી સદાને માટે ચોરીને તિલાંજલિ !
પૂર્ણિમાને થોડા દિવસની જ વાર હતી. એ દિવસો ગણવા લાગ્યો. પૂનમ આવી અને એ દિવસે એ પોતાનાં સાધનો સાથે રાજમહેલમાં પહોંચી ગયો. અગાસીમાં પલંગ પર રાણી પોઢ્યાં હતાં. એણે આકાશમાં મીટ માંડી, તો જાણે આરસની તખ્તી પર મુક્તાફળ ગોઠવ્યાં હોય એવા સફેદ તારા આકાશમાં શોભી રહ્યા હતા. ચંદ્રનાં ધવલ કિરણો રાણીના રૂપભર્યા અંગને સ્નાન કરાવી રહ્યાં હતાં. પુષ્પફૂલ ધીમે પગલે પલંગ પાસે સરક્યો, ત્યાં રાણી સફાળી જાગી ઊઠી, એની વાણીમાં કંપ હતો છતાં સત્તાવાહક રીતે તેણે પૂછ્યું : કોણ છે તું ?'
Jain Education International
૧૮૬ ૨ મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org