________________
૪૯૯. સુખ ) થમાં ડંડો લઈ, સુખની શોધમાં ભલે તું આખા જગતમાં ફરી વળ;
ઠેકાણે ઠેકાણે સુખ મેળવવા બાચકાં ભર; પણ તને એ ક્યાંયે નહિ મળે. પણ જ્યારે તું નિરાશ થઈને પાછો ફરીશ; અને થાક્યો પાક્યો એકલો પડી આંખમાં શાન્તિનું અંજન આંજીશ ત્યારે તને લાગશે કે, અરે ! સુખ તો અહીં જ છે – અહીં, મારા શુદ્ધ ચારિત્ર્યમાં જ.
૫૦૦. ક્ષમા
મે જેમ માનવી છો તેમ તે પણ માનવી છે. તમને હૃદય છે, તમારે હૈયામાં
ભાવનાઓ ને લાગણીઓ છે, તો શું સામા માણસની અંદર તે નહિ હોય ? તમારાથી જેમ ભૂલ થઈ જાય તેમ સામા માણસથી ભૂલ ન થાય ? તમારી જેમ તે પણ શું ક્ષમાની યાચના ન કરી શકે ? ભૂલ કર્યા પછી તમને કોઈ દિવસ ક્ષમાની ઝંખના નથી થઈ ? તો સામાને તે કેમ નહિ થતી હોય ?
અમાસની અંધારી રાત્રિમાં પણ તારલા હોઈ શકે; તો પાપી હૃદયમાં થોડો પણ પ્રકાશ કેમ ન સંભવે ?
૫૧. સારા કેટલા ?
- નિયામાં ધર્મની છાપ મેળવનારા તો ઘણા; પણ ખરેખરું ધર્મિષ્ઠ જીવન
જીવનારા કેટલા ? આકાશમાં તારા તો ઘણાય છે, પણ ધ્રુવતારક કેટલા ?
પ૦૨. જ્ઞાન
5. નુભવે અંતરને કહ્યું : “જ્ઞાન પણ બે જાતનાં હોય છે : એક દીપજ્યોત
જેવું અને બીજું રત્નજ્યોત સમું. જીવન કે જગતમાં વિપત્તિ કે પ્રલોભન આવતાં જે જ્ઞાનીનું મન શૂન્ય થઈ જાય છે, મૂંઝાઈને કોકડું વળી બેસી જાય છે તેનું જ્ઞાન દીપકની જ્યોત જેવું છે. ઘરમાં ભલે એનાથી પ્રકાશ પથરાતો હોય, પણ વંટોળિયો આવતાં તે બુઝાઈ જાય છે.
પણ જે જ્ઞાનીનું મન સંકટમાં સમર્થ બને છે, વિપત્તિમાં અણનમ રહે
ઊર્મિ અને ઉદધિ = ૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org