________________
૫૩૭. પૈસાનો ઉપયોગ Sો સો સંસાર ચલાવી પણ શકે અને જલાવી પણ શકે. પૈસો તો અંગારા - જેવો છે. તેની સાથે સીધીસાદી રીતે રહેશો તો તે સંસાર ચલાવવામાં સહાયરૂપ થશે. અડપલાં કરશો તો જલાવશે.
૫૩૮. લાયકાત
છે. પણામાં જો યોગ્યતા હોય તો કોઈ વસ્તુની ઇચ્છા પણ કરવી
પડતી નથી; આપોઆપ આપણી પાસે દોડી આવે છે. સરોવરમાં પાણી આવે છે ત્યારે માછલાં કેવાં ઊભરાઈ જાય છે !
૫૩૯. માનવછાયા
- સંતઋતુ સાથે જ જેમ મંજરી અને કોયલનો ટહુકો આવે છે તેમ પૈસાની
સાથે જ પાપ ને પતન આવે છે કારણ કે, પાપ એ પૈસાનો પડછાયો છે. પૈસો આવ્યો એટલે એનો પડછાયો એક યા બીજી રીતે આવવાનો જ. તેમ છતાં કોઈ પણ વસ્તુ છાયામાં જાય છે ત્યારે તેનો પડછાયો અદૃશ્ય થઈ જાય છે, તેમ લક્ષ્મી પણ માનવધર્મની છાયામાં જાય તો એ પોતાના પડછાયાને જરૂર અદશ્ય કરી શકે !
પ૪૦. વિપત્તિ Sિ દગીમાં અણધારી આવેલી નિરાશાઓ અને મેઘઘટાની જેમ તૂટી
O પડેલી વિપત્તિઓ કોકવાર જીવનનું અજબ પરિવર્તન કરી નાખે છે. ખોટી આશાઓ જ્યારે લુપ્ત થાય છે ત્યારે જીવનમાં ક્રાંતિ જન્મે છે. આ ક્રાંતિકાળના મંથનમાંથી માનવને કોઈકવાર એવો માર્ગ મળી આવે છે કે જે હજારો ગ્રંથોના વાચને પણ નથી મળતો.
૧૬૮ મધુસંચય For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org