________________
૫૩૩. વાસના
જ્યાં
વાસના છે ત્યાં ભય છે; જ્યાં ભય છે ત્યાં પરતંત્રતા છે. જે માણસને પોતાના મન ઉપર કાબૂ નથી તે માણસ ગમે તેટલી સ્વતંત્રતાની વાતો કરે, છતાં તે પરતંત્ર જ છે. જે મનુષ્ય વાસનાના વમળમાં પોતાના આત્માને ભૂલી ગયો છે તેને સ્વતંત્ર કઈ રીતે કહી શકાય ?
૫૩૪. સંકલ્પ
સ
કલ્પ એ તો જીવનનો પાયો છે. કોઈ પણ દૃઢ કાર્ય સંકલ્પ સિવાય જીવનમાં ટકી શકતું નથી. સંકલ્પબળ વિના બહુ ઊંચે ચડેલો મનુષ્ય પણ નીચે પડે છે. અને એ પડે છે ત્યારે તેન' ચૂરેચૂરા થઈ જાય છે. ઊંધે ચડેલાને ટકાવનાર સંકલ્પ છે. જેમ જેમ ઊંચે જાઓ તેમ તેમ સંકલ્પનું ભાથું સાથે લેતા જજો.
૫૩૫. ધન અને માણસ
એ બની
આમાંથી પૈસો જાય એટલે માણસના મુખનું નૂર અને રોશની પણ
જતાં રહે છે. આહ ! માણસ ધનનો સ્વામી ગણાતો તેને બદલે ધન માણસના સ્વામીપદે સ્થપાયું !
૫૩૬. પૈસો
સો એ એવી જાદુઈ ગોળી બની બેઠો છે કે ભલભલાઓની બુદ્ધિને એ વીંધી નાખે છે. પણ એ ભૂલવું જોઈએ નહિ કે પૈસાનાં પ્રલોભનો સામે અડગ રહેનારને તો કાળ પણ નમન કરે છે.
એ
Jain Education International
ઊર્મિ અને ઉદધિ ૧૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org