________________
રેડતાં, એ પાત્ર ફૂટી જાય છે ને દૂધ ઢળી જાય છે, તેમ ધર્મ પણ સંયમના સુપાત્રમાં જ રહી શકે છે. અસંયમના પાત્રમાં ધર્મ ટકે નહિ અને એવો માણસ ધર્મી બને તો એને લીધે ધર્મ પણ વગોવાઈ જાય.
૩૯૦. આંતરિક રંગ
ખાણમાંની ધૂળ સાથે મળેલું સોનું પોતે પણ ધૂળ જેવું દેખાય છે, પણ કોઈ કુશળ કારીગર જ્યારે એને શુદ્ધ કરે છે ત્યારે એનો આંતરિક સુવર્ણ રંગ પ્રગટે છે; તેમ, કર્મ સાથે મળી ગયેલો આત્મા, જ્ઞાનીના સમાગમથી અને તેનું કર્મ હટી જતાં આંતરિક પરમાત્મદશાના રંગથી દીપી ઊઠે છે.
૩૯૧. સંગનો રંગ જેમ લોખંડ પારસમણિના સ્પર્શથી સુવર્ણમાં ફેરવાઈ જાય છે, તેમ દુર્જન પણ સત્સંગના પ્રભાવથી ધીરે ધીરે સજ્જન થઈ જાય છે; કારણ કે સંગનો રંગ માણસને લાગ્યા વગર રહેતો જ નથી; માટે સંગ એવો રાખો કે જેથી જીવનનો રંગ શ્રેષ્ઠ જ રહે.
૩૯૨. ત્રણ દુર્ગ
જેમ પ્રભુની પાસે જવું હોય તો સમવસરણના ત્રણ ગઢ ઓળંગો તો જ પ્રભુ મળે છે એમ, આત્માના શુદ્ધ સ્વરૂપને પામવું હોય તો મન, વચન અને કાયાના ત્રણ અશુભ યોગ રૂપી દુર્ગ-ગઢ ઓળંગવા પડે છે, તો જ શુદ્ધ ચૈતન્યની ઝાંખી થઈ શકે છે.
૩૯૩. શિયળ ને સદાચાર
એકડા વિના શૂન્યની કિંમત કંઈ જ નથી, તેમ સદાચાર વિના, જીવનમાં
૧૦૪ - મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org