________________
૪૧૪. સંયમનો બંધ
ભાખરા-નાંગલના બંધમાં નાનું કાણું પડતાં કેટલું બધું નુકસાન થઈ ગયું ? એથી ઘણાને અંતરે શોક છવાયો. પણ સમાજ આખામાંથી આજે સંયમ અને સદાચારનો બંધ તૂટી રહ્યો છે એને માટે કોઈ રડશો ખરા ?
૪૧૫. શાન્તિની શોધ હાથ, પગ, આંખ, કાનવાળો દેહ હોવા છતાં જો અંદરનું ચેતન જ એમાં ન હોય તો ! એમ, જીવનમાં ધન, યૌવન, સત્તા, બધું હોય પણ મનની શાંતિ નહિ હોય તો ? માટે જ તો, ભગવાન મહાવીર જેવા રાજાધિરાજ પણ રાજ્ય તજી, શાન્તિની શોધમાં ચાલી નીકળ્યા, આપણે પણ એવી શોધ કરવા ક્યારે નીકળીશું ?
૧૧૦ મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org