________________
ખોલવાની કંઈ જ જરૂર નથી. એ તો મારું બાહ્ય અંગ છે અને તે દ્વારપાળ બનીને ઊભું રહેશે જ.'
ઓહ ! હવે સમજાયું. સૌન્દર્ય એ તો પ્રેમપુષ્પનો જ પરાગ છે. પ્રેમની નજ૨ જ વસ્તુને વિશિષ્ટ અને સૌન્દર્યમય બનાવે છે. ભૂલીશ નહિ : સૌન્દર્ય પ્રેમનો જ દ્વારપાલ છે.
܀
૪૫૧. પ્રકાશને દ્વારે
ર્ષની વિદાય વેળાએ પ્રકાશ સામે ઊભો છું, અને વિચાર આવે છે દિવસો
:
મહિનામાં અને મહિનાઓ વર્ષમાં ફેરવાઈ ગયા. આજે હવે વર્ષ પણ
વિદાય લઈ રહ્યું છે. કાળચક્ર કેવું અવિરત ફરી રહ્યું છે ! આ મહાકાળની ભયંકરતાને પ્રછન્ન રાખવા નિસર્ગે એના ૫૨ ઋતુઓના વિવિધ પ્રકારનાં ફૂલોની અને ફળોની રમણીયતા મૂકી. માનવી આ ઉપરના દેખાવને, ઋતુઓની આ રંગલીલાને જોવામાં એટલો તો તલ્લીન અને મગ્ન થઈ જાય છે કે કાળચક્રની વિકરાળ ગતિનેય એ જોઈ શકતો નથી. પણ માનવી જુએ કે ન જુએ, એ તો જીવનના દિવસો કાપી જ રહ્યું છે.
એક વર્ષ પૂર્ણ થઈ ગયું ! હા, ત્રણસો ને સાઠ દિવસ વીતી ગયા ? પણ પ્રગતિ શી કરી ? સ્થળના વિકાસ સિવાય બીજો શો વિકાસ સાધ્યો ? પ્રકાશ સામે મૌનભાવે મીટ માંડી નમ્રભાવે ઊભો છું એટલા માટે કે કાંઈક ઉત્તર મળે, કાંઈક માર્ગ મળે, કાંઈક નૂતન સૃષ્ટિ મળે. ઊંડાણમાંથી ઉત્તર આવે છે : ‘જીવન એ માત્ર સ્વપ્ન નથી, જાગૃતિ છે; એ માત્ર ધમાલ નથી, વ્યવસ્થા છે; એ કલહભર્યો કટુ શબ્દ નથી, લયભર્યું સંગીત છે.' આ જાગૃતિને, આ વ્યવસ્થાને, આ સંગીતને જીવનમાં પ્રગટાવવા જીવનદરબારના દ્વારે આશાભર્યાં નયને ઊભો છું. જોઉં છું : સંવાદમય સંગીતમાં જાગૃતિનું પરોઢ ક્યારે પ્રગટે છે !
૪૫૨. વાત્સલ્યની ભરતી
ગાય આટલી ઉતાવળી કેમ ચાલી જાય છે ? એની આંખમાં આ શાનું
આજ છે ? એના તનમાં આ ઉત્સાહ શાનો છે ? કેવા આહ્લાદમય
ઉત્સાહથી એ ચાલી જાય છે !
Jain Education International
૧૨૮ : મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org