________________
લાખો રૂપિયાનાં દાન કરતાં પણ અંતરના ઊંડાણમાંથી નીકળેલા સહાનુભૂતિના-આશ્વાસનના બે શબ્દો કેટલા મોંઘા છે !
સહાનુભૂતિમાંથી પ્રગટેલ લાગણીઓનો પ્રવાહ, ધનનો પ્રવાહ સુકાઈ જવા છતાં, સુકાવાનો છે ખરો ? એ પ્રવાહ તો સતત રીતે વહ્યા જ કરવાનો અને કેટલાંય ઉજ્જડ બનેલાં હૈયાંને નવપલ્લવિત કરતો અનંતમાં ભળી જવાનો. એટલે જ હૈયાના અતળ ઊંડાણમાંથી પ્રગટેલ સહાનુભૂતિનું મૂલ્યાંકન કરવા જગતના ભલભલા ધનપતિઓ પણ સમર્થ નથી.
૪૬૦. વિદાય
ધ્યાના દ્વા૨ને ઊંબરે ઊભેલો સૂર્ય અસ્તાચલ પરથી સૃષ્ટિ ૫૨ છેલ્લી નજ૨
સું
જગત સાથે સહચારનો આનંદ માણ્યા પછી તે વિષાદ વિના સૃષ્ટિને કેમ તજી શકે ? આંગળી ઉ૫૨થી કોઈ જીવતો નખ ઉતારતું હોય અને જેવી વેદના થાય એવી તીવ્ર વેદનાથી એનું મુખ રક્તવર્યું થઈ ગયું છે !
માત્ર ચાર પ્રહરના સૃષ્ટિ સાથેના સંબંધથી જો એને આટલો રાગ છે, એ. તજતાં એના મુખ પર આટલો ઘેરો વિષાદ છે; તો મારો તો આ જગત સાથે વર્ષોનો ઘનિષ્ઠ સંબંધ છે; શું હું મારા સંધ્યાકાળે, લેશ માત્ર પણ વિષાદ વિના, આ જગતથી વિખૂટો પડી શકીશ ખરો ? શું તે પળે વિષાદનાં વાદળો મારા આત્માના પ્રકાશને ઘેરી નહિ વળે ?
શું જ્ઞાનની એટલી મૂડી મારી પાસે છે ખરી, કે મૃત્યુને હું એક ચિરનિદ્રા માનું, મરણને હું એક લાંબા અને શ્રમ ભરેલા પ્રવાસ પછીનો આરામ માનું ? મારા પુરોગામી એવા સૂર્યને વિષાદગ્રસ્ત બની અસ્તાચલ પરથી સરી જતો જોઉં છું ને મારી જીવનસંધ્યાની શાન્ત પળ મને સાંભરી આવે છે.
܀
૪૬૧. પ્રગતિ
ટોળું જે ગતિએ આવે છે એ ગતિએ ચાલવામાં તમારી શી વિશિષ્ટતા
આ આ ટોળાથી વધારે ઝડપથી અને વધારે જાગૃતિથી તમારે
ચાલવાનું છે.
આ
માલગાડી જુઓ. એનું એન્જિન પોતાને લાગેલા ડબાઓને
Jain Education International
ઊર્મિ અને ઉદધિ * ૧૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org