________________
૪૫. જ્યોત અને ચીમની
આત્મા એ નિર્મળ જ્યોત છે; મન એની આસપાસ રહેલી ચીમની છે. આત્મજ્યોતનો સુંદર પ્રકાશ તો જ મળે, જો મનની ચીમની સ્વચ્છ અને નિર્મળ હોય. આપણી મન-ચીમની એવી છે ખરી ?
૪૦૬. સાધુને સંગે
ગટરનું પાણી પણ ગંગાજળનો સંગ થતાં ધીરે ધીરે ગંગાજળ બની જાય છે તેમ દુષ્ટ માણસ પણ જો સાધુઓના સત્સમાગમમાં જીવન ગાળવા લાગે તો સજ્જન બની શકે છે.
૪૦૭. ધ્યેયની સ્પષ્ટતા
તીરંદાજ પોતાનું બાણ ત્યારે જ છોડે છે જ્યારે એનું નિશાન નક્કી થઈ ગયું હોય છે; તેમ, મહાન માણસ પણ ત્યારે જ પગલું ભરે છે, જ્યારે એનું ધ્યેય, એની આંખ સામે સ્પષ્ટ બને છે.
૪૦૮. સમ્યગ્દષ્ટિ
સાકર પણ શ્વેત છે અને ફટકડી પણ શ્વેત છે; પણ માખી તો સાકર ઉપર જ બેસવાની. તેમ; સમ્યગ્દષ્ટિ પણ, સત્ય અને અસત્યની પસંદગી પ્રસંગે, સત્યનો જ સ્વીકાર કરવાની.
૪૦૯. પ્રકાશના પાથરનારા
સત્તા, સંપત્તિ અને દેહના સૌન્દર્ય પાછળ ઘેલા બનનારા પાગલોનો જગતમાં તોટો નથી; પણ સત્ય, સંયમ, સાધના અને સમાધિ પાછળ પાગલ
Jain Education International
૧૦૮ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org