________________
૪૧૮. જીવન એટલે જીવવું
જીવન અંગે કંઈ પણ ન જાણવા છતાં ‘સર્વ કંઈ જાણું છું’ એમ માનારા જીવનના અજાણ ઘણા છે, પણ જીવન અંગે ઘણું ઘણું જાણવા છતાં એ જાણવાનો દેખાવ કર્યા વિના જીવનારા જીવનના જાણકાર તો સાવ વિરલ છે.
૪૧૯. બ્રહ્મ અને જગત
બ્રહ્મ સત્યે નમિથ્યા” આ ભવ્ય સૂત્ર સ્વતંત્ર ચિંતન માંગે છે. બ્રહ્મ એટલે ચેતનાવાળું વિશ્વ. અને જગત એટલે વિકલ્પોથી ઊભરાતું માનવીનું મન ! ચેતનાવાળું વિશ્વ સત્ય છે અને ક્ષણે ક્ષણે અનેક ઇચ્છાઓને જન્મ આપતું મન-જગત એ મિથ્યા છે. એટલે જ તત્ત્વવિદો કહે છે કે : અર્થહીન વાતોને જન્મ આપતી મનની સૃષ્ટિને મિથ્યા – ખોટી ગણી, બ્રહ્મ એટલે આત્માના સત્યપંથનો સાદ સાંભળી ચાલો.
૪૨૦. ધ્યેયહીન
સાગરિકનારે હું બેઠો હતો. અનન્ત જળરાશિ પર ડોલતી એક નૌકા ૫૨ મારી નજર પડી. ધ્યેયહીન ડોલતી નૌકા જોઈ મને જીવન સાંભરી આવ્યું ! જીવન પણ નૌકા જેવું છે ને ? બંદરનો નિર્ણય કર્યા વિના જે નૌકા લંગર ઉપાડે છે અને અનંત સાગરમાં ઝંપલાવે છે, તેના માટે વિનાશ નિશ્ચિત છે; તેમ ધ્યેયનો નિર્ણય કર્યા વિના સંસારસાગરમાં જીવન-નાવને વહેતી મૂકનાર માટે પણ નિષ્ફળતા નિશ્ચિત છે.
૪૨૧. વાચાની મર્યાદા
મિત્રો ! બોલતાં આવડે તો જરૂર બોલો. તમારા હૈયામાં જગતને આપવા જેવો મૈત્રીનો પ્રેમ સંદેશ છે એમ તમારા આત્માને લાગે તો જરૂર બોલજો. પણ તમારા બોલવાથી માત્ર જગતમાં શત્રુઓ જ ઊભા થતા હોય, કોઈના દિલને ઠેસ લાગતી હોય, તો મૌન મઝાનું છે. આમ મૌન રહેવાથી
Jain Education International
૧૧૪ ૯ મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org