________________
જ હોવી જોઈએ. શા માટે ? આત્માના પ્રકાશનું એકાદ સુંદર કિરણ પામવા.
૩૯૮. અજ્ઞાનનાં અંધારાં
અંધકારને ઉલેચવાનો માર્ગ એક જ છે અને તે એ છે કે ત્યાં પ્રકાશને લાવવો. પ્રકાશની હાજરી થતાં જ અંધકાર આપોઆપ અદૃશ્ય થઈ જશે. આમ, અજ્ઞાનને ટાળવાનો માર્ગ પણ એક જ છે અને તે એ કે ત્યાં જ્ઞાનને લાવો. જ્ઞાન આવતાં, અજ્ઞાન એની મેળે અદૃશ્ય થઈ જશે.
૩૯૯. પ્રભુનું મિલન
તમે પ્રભુને મિત્ર માનો છો કે દુશ્મન ? મિત્રને ત્યાં જતાં માનવીને કેવો આનંદ થાય, તેવો આનંદ આ દુનિયાને છોડી પ્રભુને ત્યાં જતાં તમને થાય છે ખરો ? જો એમ ન થતું હોય તો જાણજો કે પ્રભુને મિત્ર ગણવાની તમારી માન્યતામાં અને વાસ્તવિક હકીકતમાં કાંઈક ફેર છે.
૪૦૦. શ્રવણ
܀
કાનનું કે મનનું ?
તમે કા`થી સાંભળો તો સાંભળતી વખતે એ સારું લાગે અને સાંભળો તેટલી જ પળ તમને એ યાદ રહે; આનું નામ તે સામાન્ય શ્રવણ. પણ મનનું શ્રવણ તો અસામાન્ય છે. એને સાંભળ્યા પછી ચિત્તમાં એ ગુંજાવર ભરી દે છે ને સ્વપ્નમાંય ગુંજી ઊઠે છે. પૂછું ? તમારું શ્રવણ કર્યું છે
કાનનું કે
મનનું ?
-
Jain Education International
૪૦૧. આત્માર્થીનાં મોતી
મરજીવા માણસો, સાગરમાં ડૂબકી મારીને જીવના જોખમે પણ તળિયે રહેલાં મોતીને જેમ શોધી કાઢે છે તેમ, આત્માર્થી માણસ જીવનના ઊંડાણમાં
૧૦૬ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org