________________
આપતું રહે છે. એના અંતરની સુવાસના દાનમાં જ એને આનંદ હોય છે.
૩૭૪. કાગ થશો કે હંસ ? દુનિયામાં સહેલું કામ હોય તો તે કાગનું - બીજાની ટીકા કરવાનું અને નિંદા કરવાનું. પણ કઠણ કાર્ય હોય તો તે હંસનું; સર્વમાં સગુણ જોવાનું અને તેની પ્રશંસા કરવાનું.
તમને શું ગમે ? કાળો કાગ કે શ્વેત હંસ ?
૩૭૫. પાણી અને વાણી પર્વનો દિવસ આવે છે ને માનવી પાણીની બાલદી ભરી, ઘરનાં વાસણો અને વસ્ત્રો સ્વચ્છ કરવા બેસી જાય છે; તો માનવજીવનના ધર્મપર્વને દિવસે પ્રભુની મંગલ વાણી સ્મરી, મનને અને અંતરને પવિત્ર નહિ બનાવે છે !
૩૭૬. મંદિરનું શિખર મંદિરનું શિખર, શક્ય તેટલું ઊંચું કેમ રખાય છે, ખબર છે ? કારણ, એનાથી માનવીની દૃષ્ટિ ઊંચી રહે, એનું લક્ષ ગગન તરફ ઉન્નત રહે. માનવી ! તારા જીવનમંદિરનું શિખર પણ આમ સદાય ઊંચું રાખી જીવજે.
૩૭૭. હાથીનું ગૌરવ હે માનવ ! તું તારા અસ્તિત્વને ઓળખ. તું શા માટે અહીં આવ્યો છે? તારે અહીંથી શું પ્રાપ્ત કરવાનું છે ? અને આજે તું શું કરી રહ્યો છે ? પ્રકાશનો પંથી ! તું ધન અને કામના પાછળ, શ્વાનની જેમ પૂંછડી પટપટાવતો ફર નહિ. તારા આત્માના વૈભવને જાણ અને હાથીનું ગૌરવ કેળવ.
૧૦૦ - મધુસંચય For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org