________________
કે જેનો છેડો ન હોય; અને તેથી, સુખના એ દિવસની પ્રતીક્ષા કરતાં; હિંમતપૂર્વક સદાચારી જીવન જીવ્યા કરવું એમ પણ મજા છે.
܀
૩૭૦. તપ અને ભક્તિ
વિચારું છું કે ઉનાળાના ધોમ તાપમાં પણ આ વૃક્ષ આવું લીલું કેમ રહી શકે છે ? હા, કારણ કે તે ઉપરથી જેમ સખત તાપ સહન કરે છે, તેમ ધરતીની અંદરથી રસ ચૂસે છે. આમ માણસ પણ લીલો ત્યારે જ રહે, જ્યારે એ બહારથી તપ કરે અને અંદરથી આત્મામાંથી ભક્તિરસનું પાન કરે.
-
૩૭૧. રાતરાણીનાં ફૂલ
અંધારી મેઘલી રાતે પણ રાતરાણીનાં પુષ્પો એની સૌરભથી આખા બાગને જેમ મઘમઘાવી દે છે, તેમ સમાજના સેવકોએ, સાધુઓએ અને શિક્ષકોએ આ સંસાર-ઉદ્યાનને એમનાં તપ, સંયમને તિતિક્ષાનાં પુષ્પ-પરિમલથી ભરી દેવાનું છે.
૩૭૨. માણસ આપે છે ?
ધૂપ પોતે સળગીને, દુર્ગંધને દૂર કરી સુગંધ ફેલાવે છે; લાકડાં જાતે બળીને, ટાઢને હઠાવી ઉષ્મા આપે છે; શેરડી કોલુમાં પિલાઈને મીઠો ૨સ આપે છે. આ બધાં કરતાં માણસ તો શ્રેષ્ઠ છે. છતાં એ જગતને કાંઈ આપ્યા વિના જાય તો ?
Jain Education International
393. ચારિત્રની
સુવાસ
ચારિત્ર એ અત્તરના પૂમડા જેવું છે. જેની પાસે એ હોય તેને તો એની સુવાસ મળે જ છે, પણ તેના સમાગમમાં જે આવે તેનેય એ પોતાની સુવાસ
પ્રેરણાની પરબ * ૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org