________________
ઉપપ. સંતોષનું સુખ
જીવનમાં જેણે સાદાઈની સમજણથી પરિગ્રહ-પરિમાણ અપનાવ્યો છે એના જીવનમાં સુખ અને શાન્તિ વસવાના જ. પરિગ્રહ-પરિમાણ એટલે જરૂરિયાત અને સંગ્રહવૃત્તિની મર્યાદા. આવી મર્યાદા બાંધનાર પોતાના જીવનને તો સંતોષથી સુખી કરે છે, પણ એના સમાગમમાં આવનાર પણ હળવાશ માણે છે.
૩પ૬. સંયમની ઢાલ, ભગવાન મહાવીર કહે છે : કાચબો જેમ ભય આવતાં પોતાની ઇન્દ્રિયોને સંકેલી લઈ પીઠની ઢાલ નીચે બેસીને પોતાનું રક્ષણ કરે છે, તેમ પ્રાજ્ઞ માણસ પણ વિષયોના પ્રલોભન ટાણે, પોતાની ઇન્દ્રિયોને ગોપવી, સંયમની ઢાલ નીચે પોતાનું રક્ષણ કરે છે.
૩૫૭. પિત્તળમાં હીરો સિંહણનું દૂધ જેમ સુવર્ણના પાત્રમાં જ રહી શકે છે ને બીજા પાત્રમાં રેડતાં એ પાત્ર ફૂટી જાય છે, એ દૂધ ઢળી જાય છે, તેમ ધર્મ પણ નીતિન્યાયના સુપાત્રમાં જ રહી શકે છે. અનીતિ અને અન્યાયના પાત્રમાં ધર્મ ટકે નહીં અને એવો માણસ ધર્મી બને તો એને લીધે ધર્મ પણ વગોવાઈ જાય.
૩૫૮. સંસ્કારનું સૌદર્ય
જુવારનો રંગ કેવો ફિક્કો અને અનાકર્ષક હોય છે ! પણ અગ્નિના સંયોગથી એનો સંસ્કાર થતાં એ ધાણી બને છે. પછી એની શ્વેતતા અને પકોણ આકાર કેવાં મનોહર બને છે ! આત્માનો પણ આમ જ્ઞાન અને
૯૨ કર મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org