________________
૩૪૬. આનંદનાં અંજન
ભૂલ તો થઈ જાય, પણ થયેલી ભૂલને ભૂલરૂપે સમજી, એને ધોવા માટે જે આંખ આંસુ વહાવે છે તે જ અંતે આનંદનાં અંજન પામે છે પણ ભૂલ કરવા છતાંય જે આંખ આનંદથી હસે છે તે તો છેવટે આંસુનાં જ અંજન પામે ને ?
ܐ
૩૪૭. શાને લેપાઉં ?
કમળને મેં પૂછ્યું : ‘તારા જીવનનું રહસ્ય શું ? કીચડમાં જન્મવા છતાં સ્વચ્છ સૌન્દર્યથી હસી રહેલા કમળે કહ્યું : ‘નિર્લેપતા.’
܀
૩૪૮. ડર્યાં તે મર્યો
તમારી મુશ્કેલીઓ વચ્ચે, તમારી વિપત્તિઓ વચ્ચે તમે ‘અરેરે’કહીને બેસી જશો એટલે શું તે બધી આપત્તિઓ ટળી જશે ? આવા વખતે તમારી દીનતાને છોડી પુરુષાર્થને ક ન અજમાવો ? પવન તો વીંઝણામાં છે જ પણ તેને વીંઝયા વિના તે કેમ મળે ?
૩૪૯. જીવનનું ધ્યેય
ગાડીમાં જેમ શૉક અબ્સૉર્બર હોય તેમ જીવનમાં આવતા આંચકાને ઝીલી લે એવી કોઈક ફિલસૂફી હોવી જોઈએ.
કાળજી રાખવા છતાંય જિંદગીના માર્ગ પર વેગથી ગતિ કરતા આ વાહનને ક્યારેક ધક્કો લાગવાનો જ.
Jain Education International
૩૫૦. તપની સુવાસ
તપ એટલ સહનશીલતા. સુખડને જેમ જેમ ઘસીએ તેમ તેમ શીતળતા અને સૌરભ મળે. એવી જ રીતે આપણા દેહને, આપણી જાતને કોઈ શુભ
૯૦ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org