________________
૩૦૪. ઉચ્ચ ધ્યેય
નવી પાસે જીવનનું કોઈ ધ્યેય ન હોય ત્યારે તે પોતાનો સમય જાય વિતાવવા જીવન વિલાસમાં ખર્ચે છે અને એ વિલાસી જીવનના અતિરેકથી માનવી અંદરથી ધીરે ધીરે ખવાતો જાય છે અને વ્યસનોથી ઘેરાતો જાય છે. આ રીતે પતનનો પ્રારંભ સુંદર દેખાતા વિલાસથી થાય છે.
૩૦૫. સૌંદર્ય
ન્દ્રિયો દ્વારા અનુભવાય એ સૌંદર્ય નહિ, પણ વાસનાનું બાહ્ય રૂપ ૦ છે. સૌંદર્ય તો પોઢે છે શાન્ત માનવીના પ્રશાન્ત હૈયામાં, જે ચિત્તની શાન્તા અને મનની પ્રસન્ન અવસ્થામાં અવલોકી શકાય અને અનુભવી શકાય !
૩૦૬. કર્મ
ટર્મ બે પ્રકારનાં હોય છે : અધમ ને ઉત્તમ. ફળની ઇચ્છાથી કરેલું કર્મ
અધમ ગણાય અને ફળની આકાંક્ષા-ઇચ્છા રાખ્યા વિના પ્રસન્નતાથી કરેલું કર્મ ઉત્તમ ગણાય.
૩૦૭. લાયકાત
ડું ચિંતન, નિર્મળ ચારિત્ર, તીવ્ર ઇચ્છાશક્તિ, પ્રબળ પુરુષાર્થ અને છા આત્મવિશ્વાસથી માનવી વિશ્વના કોઈ પણ પ્રદેશમાં સફળતા મેળવી શકે છે.
૩૮. અસ્વચ્છ મન
તનના વારિથી મનને હંમેશાં સ્નાન કરાવતા રહીએ. દાંત, મુખ અને
શરીર વગેરે જેમ સ્વચ્છ રાખીએ છીએ તેમ મનને સ્વચ્છ રાખવા પણ સજાગ રહીએ. અસ્વચ્છ શરીર જેટલું ભયંકર નથી એથી વધુ ભયંકર અને દુ:ખદાયક તો છે અસ્વચ્છ મન !
૭૮ - મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org