________________
૩૦૦પ્રતિભા થ, તિભા એટલે પરાજયને વિજયમાં ફેરવનાર આત્માની શ્રદ્ધાભરી
શક્તિ આવી પ્રતિભાવાળો માનવ પરાજયના અંધારામાં પણ વિજયનું પ્રભાત જુએ છે.
૩૦૧. સાધન ધના અગ્નિને શાંત કરવા સમતાનો ઉપયોગ કરો. માનના પર્વતને
ભેદવા નમ્રતાનો સહારો લો. માયાની ઝાડીને કાપવા સરળતાનું સાધન વાપરો. લોભનો ખાડો પૂરવા સંતોષની સમજ લો.
૩૦૨. જ્ઞાન પ્રકાશ છે ત્યાં અંધકારને સ્થાન નથી અને જ્યાં અંધકાર છે ત્યાં
પ્રકાશ ન સંભવે. તેમ જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં વેર અને વાસનાને સ્થાન નથી, ને જ્યાં વાસના અને વેર છે ત્યાં આત્મજ્ઞાન ન સંભવે !
જ્યાં =
=
૩૦૩. કૃત્રિમતા મે બહારથી સુંદર ને ભલા દેખાવાના કેટલા બધા પ્રયત્ન કરો છો ?
પણ અંદર તમારું મન બેડોળ અને મલિન હોય તો બહારનો કૃત્રિમ દેખાવ અંતે શું કામ લાગશે ? જગતને કદાચ છેતરી શકશો, જગતની આંખમાં ધૂળ નાખી શકશો, પણ સદા જાગ્રત રહેતા તમારા જીવનસાથી આત્મદેવને કેમ કરી છેતરી શકશો ? એની આંખમાં ધૂળ કેવી રીતે નાંખશો ? આત્મદેવ આગળ તો તમે નિરાવરણ થઈ જવાના છો; તે વખતે જીવન ધૂળ થશે તેનું
શું
?
જીવનસૌરભ ૭૭ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org