________________
૩૩૫. કાળની શક્તિ
અપકૃત્યોને સદા ઢાંકી રાખે એવો
પડદો વણનાર વણકર હજુ સુધી તો વિશ્વને લાધ્યો નથી એમ ઇતિહાસ કહે છે. સ્થાન અને કાળની શક્તિ એવી વિશિષ્ટ છે કે, જગતના કુશળમાં કુશળ વણકરના પડદાને ચીરીને પણ એ પાપનું દર્શન કરાવે છે.
૩૩૬. જીવનનું માપ
બીજાને ગબડતો જોઈ પોતે સંભાળીને ચાલે તે જ્ઞાની. પોતે એકવાર ગબડ્યા પછી બીજી વાર સંભાળીને ચાલે
તે અનુભવી. પોતે વારંવાર ગબડ્યા છતાં 2 ઉન્મત્ત બનીને ચાલે તે અજ્ઞાની.
પ્રતિબિંબ * ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org