________________
૩૦૯. પરિણામની સમજ એ ટા ભાગે પાપની ભયંકરતા પાપકાર્યમાં પડતા માનવીને બચાવે છે.
પાપના પરિણામની સમજ વિના નથી તો થતું પુનિત માર્ગે પ્રયાણ કે નથી અટકતું પાપના માર્ગનું ગમન ! :
૩૧૦. માર્ગસૂચક
અ
માવસ્યાની અંધારી રાતમાં એકલા અને અટૂલા પથિકને આશ્વાસન હોય
તો તે માત્ર આકાશના તારલા છે, તેમ સંસારરૂપ આકાશમાં જ્યારે ચારે બાજુ અજ્ઞાનનું અંધારું છવાયું હોય ત્યારે જીવનસાધકને પથપ્રદર્શક હોય તો પોતાનો આત્મવિશ્વાસ અને મહાવીરના અંતરમાંથી આવતા અનુભવ વચનરૂપ ચમકતા તારલા જ છે.
૩૧૧. સમય
ભાતે રોજ આટલું વિચારો : આખા દિવસના કેટલા કલાક ખાવામાં, આ ધંધામાં, ધમાલમાં અને નિદ્રામાં જાય છે અને સદ્કાર્ય, સદ્દવિચાર, સેવા અને ચિંતનમાં કેટલા કલાક જાય છે ?
૩૧૨. ધન ને મન
એ સો વધવાથી મન સ્થિર બને છે ને ઓછા પૈસાથી મન અસ્થિર બને
જ છે, એમ કહેનારા ધનને સમજે છે પણ મનને નથી સમજતા. સંતોષ ન આવે તો જગતની સંપત્તિ એને ત્યાં ઠલવાઈ જાય તો પણ મન સ્થિર બનતું નથી અને સંતોષ આવી જાય તો સંપત્તિ કદાચ ચાલી જાય તો પણ મન નીચે નથી જતું. મન અને ધનનો ભેદ ગંભીરતાપૂર્વક સમજવા જેવો છે.
જીવનસૌરભ = ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org