________________
૩૧૭. સામાજિક મૂલ્ય ૯ નિયા તો દોરંગી છે. તારા મોઢે ઘડીકમાં તને સારો કહેશે ને પછી ઉખરાબ પણ કહેશે. દુનિયા સારી કે ખરાબ કહે તે પ્રસંગે તું તારા જીવનનો અભ્યાસ કરજે. તું શું છે ? ખરાબ હો તો સુધરવું અને સારો હો તો મૌન રાખવું ! કારણ કે દુનિયાના શબ્દો કરતાં આત્માના શબ્દો વધુ કીમતી છે !
૩૧૮. ઝંખના
પણો વિજય આમાં છે : ભવ્ય ભૂતકાળની વિખરાઈ ગયેલી શક્તિઓના સંચયમાં અને ભાવિની નવલી શક્તિઓના સર્જનમાં.
૩૧૯. મનો ધર્મ મારું મન જ સ્વર્ગ છે અને મન જ નરક છે. સુંદર વિચારોના
પ્રકાશથી વિકસેલું મન સ્વર્ગનો આનંદ આપે છે, ખરાબ વિચારોના અંધકારથી કરમાએલું પન નરકની યાતના ઉત્પન્ન કરે છે; આમ મન જ હર્ષ ને શોકનું જનક છે.
૩૨૦. કાયર છે તે હૈયાથી ન માનતો હોય છતાં ગુરુ, ગચ્છ કે વાડાના આગ્રહ
ખાતર અસત્યને સ્વીકારનાર એ સાધુ નહિ, માણસ પણ નહિ, ભીરુ પણ નહિ, પરંતુ કાયરમાં પણ કાયર !
૩૨૧. નવનીત
વનીત તો છુપાયું છે સમાધિપૂર્ણ મૌનમાં, વાતોમાં તો મોટા ભાગે ખાટી છાશ જ મળશે.
જીવનસૌરભ * ૮૧ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International