________________
૨૮૮. પ્રેમ અને વાસના મને પ્રેમ અને વાસના વચ્ચેનું અંતર પૂછે છે, તો આટલું નોંધી લે : પ્રેમ નિ:સ્વાર્થ હોય છે, વાસના સ્વાર્થપૂર્ણ હોય છે; પ્રેમ નિરપેક્ષ હોય છે, વાસના સાપેક્ષ હોય છે; પ્રેમ પ્રકાશ ઝંખે છે, વાસના અંધકાર ચાહે છે;
પ્રેમ પાસે જનનીની આંખ હોય છે, વાસનાને ગીધની આંખ હોય છે; પ્રેમ વિશાળતાને સત્કારે છે; વાસના સંકુચિતતાને આવકારે છે;
પ્રેમ ગતિ આપે છે, વાસના ગતિ અવરોધે છે; પ્રેમમાં ત્યાગ હોય છે, વાસનામાં લોલુપતા હોય છે.
૨૮૯. સંતોષી
એ હાલયને સુંદર કહેનારને લોભી ન માનતા; પડાને સરસ કહેનારને
સંતોષી ન ધારતા. સંતોષી તો તે છે જે મહાલય અને ઝૂંપડામાં આસક્ત ન થતાં જે મળે તેમાં સંતોષને શ્રેષ્ઠ માની જીવે અને અસંતોષને કનિષ્ઠ માની ત્યજે.
૨૯૦. શ્રદ્ધા
ત્મશ્રદ્ધા, એ સૌથી મોટું બળ છે. પરિશ્રમનું વૃક્ષ ત્યારે જ ફળ આપે છે, જ્યારે એમાં આત્મશ્રદ્ધાનું જળ સિંચાય છે.
૨૯૧. કાળની શક્તિ હતિહાસ કહે છે કે અપકૃત્યોને સદા ઢાંકી રાખે એવો પડદો વણનાર
૦ વણકર, હજી સુધી તો વિશ્વને લાધ્યો નથી, સ્થાન અને કાળ એવાં વિલક્ષણ છે કે, જગતના કુશળમાં કુશળ વણકરના પડદાને ચીરીને પણ વહેલું મોડું એ પાપનું દર્શન કરાવે છે !
૭૪ * મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org