________________
ચિંતનમાં જાય તો પોતાનું ને એના સમાગમમાં આવનારનું કેટલું બધું કલ્યાણ થાય !
૧૯૪. ઝંખના 5. ત્ય, કલ્યાણ અને સૌંદર્યના દર્શનમાંથી ઉદ્ભવેલી ભાવોર્મિને અખંડ જ રીતે કાવ્યમાં ઝીલવા કવિના ઊર્મિલ હૃદયની ઝંખના હોય છે.
૧૫. વિજ્ઞાન જના વિજ્ઞાને માનવ સેવાને બદલે માનવસંહારનું કાર્ય વધારે કર્યું છે,
એટલે આ યુગમાં વિજ્ઞાનનો અર્થ વિશેષ જ્ઞાન નહિ, પણ જ્ઞાનનો વિનિપાત કર્યો છે !
૧૯૬. જેનાર કોણ ? 5. ત્મા જ આત્માનો આશક અને માશૂક છે ! અરીસામાં પોતાને
જોતાં જોતાં જોનાર કોણ છે એનું દર્શન થતાં આ રહસ્ય ધ્યાનમાં આવશે.
૧૯૭. વૈભવની અસ્થિરતા
આ કાર્ય આ યૌવન અવસ્થામાં કરવાનું છે એને વિસરીને જેઓ
છે પોતાના યૌવન અને વૈભવને પોતાના જીવન પર્યંત સ્થિર માને છે, તેઓ સંધ્યાની રંગીલી વાદળીની રંગલીલાને સ્થાયી માનવાના ભ્રમમાં તો નથી ને ?
સટી
૧૯૮. માણસનું ઝેર પં ઝેરી છે, માટે એ ભયંકર છે; એથી ચેતતા રહેજો” એમ કહેનારને, એટલું કહેજો, સાથે આટલું ઉમેરતો જા : “માણસ માનવતા ભૂલે તો
જીવનસૌરભ પ૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org