________________
૨૦૭. હવે તો જાગો ! ધનો સન્નિપાત શું કે માનનો મહાગિરિ શું; માયાનું તાંડવ શું કે
લોભની અપાર ગર્તા શું; – એ સૌ મોહની રૂપાન્તર પામેલી લીલા જ છે, માટે આત્મન ! ચેત !
૨૦૮. બળેલો બાળે નું જીવન ધૂળ થયું છે તે ઘણાનાં જીવન ધૂળ કરે છે. ઘણાને O બચાવવા હોય તો એવા દાઝેલાને બચાવો, નહિતર એ એક બળેલો કદાચ અનેકને બાળશે.
૨૦૯. આંસુ સુનું મૂલ્ય હાસ્યના મૂલ્ય કરતાં જરા પણ અલ્પ આંકીશ નહિ. ઘણી આ વખત જીવ માં, એક પળનું રુદન વર્ષોના હાસ્ય કરતાં મહાન હોઈ શકે. બેપરવાઈભર્યા હાસ્યથી ગુમાવેલું જીવનસત્ત્વ, પશ્ચાત્તાપના અશ્રુબિંદુથી મેળવી શકાય છે. આ દૃષ્ટિએ આંસુ કેટલું અમૂલ્ય છે !
૨૧૦. પરિપક્વ જ્ઞાન
કાન્તમાં પ્રલોભનકારી વિષયો મળવા છતાં તમારી ઇન્દ્રિયો શાન્ત રહે, એ તરફ લોભાય નહિ, તો જાણજો કે તમારું જ્ઞાન પરિપક્વ છે.
૨૧૧. મૌન S ન એ મહાશક્તિ છે. એ પરા વાણી છે. મૌનથી વિખરાયેલી શક્તિઓ
કેન્દ્રિત થાય છે અને તે સંચિત થતાં વાણીમાં ચિંતનનું અપૂર્વ બળ પ્રગટે છે. આથી મૌન એ વાચાને ઓજસ્વી અને કલ્યાણકારી બનાવવાનું અમોઘ સાધન છે. મૌન ધારણ કરનારની વાણી અન્યને આનંદદાયી તો હોય
પ૪ મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org