________________
૨૪૩, ભાવના
, ણીમાત્રના જીવનમાં ભાવના અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલા
જ માટે ચિંતકો માણસના સ્થૂલ કાર્યને નથી જોતા, પણ એની પાછળ કામ કરતી સૂક્ષ્મ ભાવનાને અવલોકે છે. કાર્ય એક જ હોય છતાં ભાવના ભિન્ન હોય તો પરિણામ જુદું જ આવે. બિલાડી જે દાંતથી પોતાના બચ્ચાને પકડે છે, એ જ દાંતથી ઉંદરને પણ પકડે છે; પણ એમાં અંતર આકાશ અને પાતાળનું છે. એકમાં રક્ષણની ભાવના છે; બીજાના ભક્ષણની. એકમાં વહાલ છે, બીજામાં વિનાશ !
૨૪૪. સાક્ષાત્ - માનવ ! તું બહાર શું શોધે છે ? અંદર આવ. જેને તું પાપાત્મા કહી 9 ધિક્કારે છે, અને જેનાથી તે દૂર ભાગે છે, તે તારા હૃદયમંદિરના નામ ખંડમાં સંતાયેલો છે : જેને તું પુણ્યાત્મા કહી પૂજે છે ને જેના સાંનિધ્ય માટે તું ઝંખે છે, તે તારા હૃદયમંદિરના જમણા ખંડમાં પોઢે છે. માટે કર વાત્સલ્યનો નાદ ! જેને શોધે છે, એ તારી સામે સાક્ષાત્ ખડો થશે.
૨૪૫. ત્યાગી અને ગૃહસ્થ જવા માટે ખાવું – આ આદર્શ સાધુનો હોય અને તજીને ખાવું –
આ આદર્શ ગૃહસ્થનો હોય; આ આદર્શને કેન્દ્રમાં રાખી સાધુ અને ગૃહસ્થ જીવન જીવે તો સંન્યાસાશ્રદ જ્ઞાનની પરબ બને અને ગૃહસ્થાશ્રમ સેવાગૃહ બને.
૨૪૬. દીન નહિ મારા ભાગ્ય ! મેં તને ક્યારે કહ્યું કે તું મને આંસુ આપીશ નહિ ? - વી તો એટલું કહ્યું હતું કે દંભના કે શોકનાં અપવિત્ર આંસુ આપીશ
નહિ. આપે તો પ્રેમનાં, કરુણાનાં કે સહાનુભૂતિનાં પુનિત આંસુ આપજે, તને ફરી આજ પણ કહું છું કે તું મને દરિદ્ર બનાવજે ભલે પણ મારું કહેવું એટલું જ છે કે મને માણસાઈવિહોણો કે દીન ન બનાવીશ,
જીવનસૌરભ - ૧૩
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org