________________
૧૪૦. પ્રકૃતિ
ધારણ રીતે પ્રકૃતિને બદલવાનું કાર્ય મુશ્કેલ છે, પણ પ્રબળ
સીપુરુષાર્થથી એ મુશ્કેલ કાર્ય પણ સુલભ બની જાય છે. એ જાણવા
પતતની ખીણમાંથી ઉન્નતિના શિખરે પહોંચેલા મહાપુરુષોની જીવનરેખાનું અવલોકન અનિવાર્ય છે.
૧૪૧. તેજોદ્વેષવૃત્તિ
રખેસરખામાં જેટલો તેજોદ્વેષ હોય છે, એટલો ઊંચનો નીચ તરફ કે
સનાનો ઊચ તરફ હોતો નથી. આ સત્ય સમજવા જેવું છે.
܀
૧૪૨. માયાજાળ
યા એ જાળ છે. એ દેખાય છે સુંદર, પણ છે ભયંકર. એને ગૂંથવી
મેં સહેલ છે. પણ ઉકેલવી મુશ્કેલ છે. કરોળિયો પોતાની લાળમાંથી
આસપાસ જાળ ગૂંથે છે, પછી એ ઉકેલી શકતો નથી. ગૂંથેલી જાળમાંથી એ જેમ જેમ છૂટવા પ્રયત્ન કરે છે, તેમ તેમ એમાં એ વધારે ને વધારે ફસાતો જાય છે. તેમ તું પણ તારી રચેલી માયાજાળમાં ફસાઈ ન જાય તે માટે સાવધ રહેજે.
૧૪૩. દુ:ખનો મર્મ
જ્યારે દુ:ખમાં ઘેરી વળે ત્યારે આટલો વિચાર કરજે : એ મને માર્ગદર્શન કરાવવા કેમ નહિ આવ્યું હોય ? કારણ જે જીવનદ્રષ્ટાઓ કહે છે કે ઠોકરો પણ કોક વેળા માર્ગદર્શક હોય છે ! દુઃખ એવે સમયે તને માત્ર આટલી જ શિખામણ આપશે : ભાઈ ! આ દુ:ખ એટલે તેં કરેલાં કામનું જ પરિણામ છે. તારા અવાજનો જ પડઘો છે.
Jain Education International
જીવનસૌરભ * ૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org